સુરેન્દ્રનગર તા. 11
પાટડી તાલુકાના પીપળી ગામે સ્થાનિક પોલીસને ઉંઘમાં રાખી દારુ-બિયરની જથ્થો ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ પકડી પાડ્યો હતો.
સુરેન્દ્રનગર જીલ્લા દારૂની હબ બનતુ દેખાય છે ત્યારે સૌથી વધુ અસામાજીક પ્રવૃતિમાં પ્રથમ ક્રમાંકે આવતા પાટડી તાલુકાના માલવણ ગામે હથીયાર, ચોરી, લુંટ, દારુના વેચાણ જેવી અનેક પ્રકારની અસામાજીક પ્રવૃતિ દિવસે ને દિવસે વધતી જતી નજર પડે છે તેવામાં અહિની સ્થાનિક પોલીસ માત્ર અમુક પ્રેક્શકની ભુમિકા ભજવે છે જ્યારે પાટડી તાલુકાના માલવણ ગામે થતી અસામાજીક પ્રવૃતિને ડામવા જીલ્લા પોલીસ વડાની ખાસ સુચના હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાટડી તાલુકામા પેટ્રોલીંગ હાથ ધયુઁ હતુ જે દરમિયાન એલ.સી.બીઑએ દારુ અંગેની બાતમી મળતા પીપળી ગામે તપાસ હાથ ધરી હતી તપાસમા પીપળી ગામથી દેખાય જવાના રસ્તે સુરૈયા તલાવડી પાસે વાડી વિસ્તારમા વાવેલા એરંડાની આડમાં સંતાડેલો દારૂની મોટો જથ્થો લોકલ ક્રાઇમ બ્રાન્ચના હાથે લાગ્યો હતો. એરંડાની આડમાં 96 નંગ મોટી વિદેશી દારુ ની બોટલો કિમત રુપિયા 28800, 24 નંગ બિયરની ટીન કિમત રુપિયા 2400 મળી કુલ 31800ની કિંમતનો વિદેશી દારુ ઝડપી પાડી વાડી માલિક સલમાનખાન આમીરખાન મલેક હાજર નહિ મળી આવતા તેના વિરુધ્ધ ફરીયાદ દાખલ કરી કાયદેસરની કાયઁવાહી હાથ ધરી હતી.
