પોરબંદરના અલગ-અલગ વોર્ડમાં નાગરીકતા સંશોધન કાયદા અંગે સમજ

પોરબંદર તા.13
પોરબંદર ભાજપ દ્વારા અલગ-અલગ વોર્ડમાં નાગરીક સંશોધન કાયદા અંગે માર્ગદર્શન આપવા બેઠકો યોજાય છે જેમાં ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા સહિત આગેવાનો ખાસ ઉપસ્થિત રહીને લોકોને માર્ગદર્શન આપે છે.
વોર્ડ નં. 11માં આયોજન
પોરબંદર ભાજપ દ્વારા વોર્ડ નં. 11માં નાગરીકતા સંશોધન કાયદા અંગે જનજાગૃતિ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, જીલ્લા મહામંત્રી અશોકભાઇ મોઢા, જીલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ કીરીટભાઇ મોઢવાડીયા, શહેર મહામંત્રી મહેન્દ્રસિંહ ચાવડા, વોર્ડ નં. 11ના સુધરાઇસભ્ય ખ્યાતિબેન લોઢારી, શહેર ભાજપ મહામંત્રી સંજયભાઇ લોઢારી, ફીશરીઝ બોર્ડના ડાયરેકટર મધુભાઇ બાંડીયાવાલા, પ્રેમજીભાઇ ભરાડા, વિજયભાઇ લોઢારી, નિર્મળાબેન કોટીયા, મહીલા અગ્રણી કુસુમબેન બાંડીયાવાલા, શહેર ભાજપ પૂર્વપ્રમુખ ખીમજીભાઇ મોતીવરસ સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌને કાયદાવિશેની સાચી માહિતી પુરી પાડી હતી.
વોર્ડ નં. 8માં આયોજન
પોરબંદરના વોર્ડ નં. 8 માં ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ હજુર પેલેસ વિસ્તારમાં આવેલા શિવમંદિર પાસે માહિતી આપી હતી.
વોર્ડ નં. ર માં આયોજન
વોર્ડ નં. ર માં ખાપટ ખાતે બેઠકનું આયોજન થતાં ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, જીલ્લા મહામંત્રી અશોકભાઇ મોઢા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ કીરીટભાઇ મોઢવાડીયા,વોર્ડ પ્રમુખ કેશુભાઇ સીડા, કાઉન્સેલર અરજનભાઇ સાદીયા, આગેવાનો ગીગનભાઇ બોખીરીયા, લખમણભાઇ ઓડેદરા, નિલેશભાઇ ખુંટી, સાંગાભાઇ કોડીયાતર, રૂડાભાઇ માલમ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
વોર્ડ નં. 10માં આયોજન
વોર્ડ નં. 10માં ધારાસભ્ય ઉપરાંત કીરીટભાઇ, માવજીભાઇ, ખીમજીભાઇ, જે.કે.ભાઇ, જીતુભાઇ ભરાડા, ખાનભાઇ, હીરાલાલભાઇ તથા બીજેપીની ટીમ ઉપસ્થિત રહી હતી.
વોર્ડ નં. પ માં આયોજન
પોરબંદરના વોર્ડ નં. પમાં જીલ્લા ભાજપ મહીલા મોરચાના પ્રમુખ ચેતનાબેન તિવારીના નેતૃત્વમાં નાગરીકતા સંશોધન કાયદા અંગે લોકજાગૃતિ ફેલાવવામાં આવી હતી અને પત્રિકા વિતરણ સહિત આ કાયદા વિશેની સમજ આપવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ