નવી દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટે નિર્ભયા કેસમાં ફાંસીની સજા પામેલ દોષિતોની ડેથ વોરંટ પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, દોષિતો આ માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરે. કોર્ટે અરજી ફગાવતા કહ્યું કે, આ ફાંસીની સજામાં મોડુ થાય તે માટેની રણનીતિ લાગી રહી છે. જોકે, હાઇકોર્ટના આ નિર્ણય બાદ 22 જાન્યુઆરીએ દોષિતોને ફાંસીની સજા આપવામા આવે તે મુશ્કેલ લાગી રહ્યું છે. દોષિત મુકેશે ક્યૂરેટિવ પિટિશન ફગાવ્યા બાદ રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી કરી છે. અરજીમાં મુકેશે ટ્રાયલ કોર્ટના ડેથ વોરંટને રદ્દ કરવાની માંગણી કરી હતી. દરમિયાન દિલ્હી સરકારના વકીલે કહ્યુ હતું કે દોષિતોને 22 જાન્યુઆરીના રોજ ફાંસીની સજા આપી શકાય નહી કારણ કે રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી અંગે ચુકાદો આપ્યા પછી દોષિતોને 14 દિવસનો સમય આપવાનો હોય છે.
રિલેટેડ ન્યૂઝ
-
ઝારખંડમાં અનશનકારી છાત્રોની બગડતી તબીયતથી સરકાર ટેન્શનમાં: એક વિદ્યાર્થી આઈસીયુમાં દાખલ
જેએસએસસી અને જેપીએસસી સહિત વિભિન્ન સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓના વિરોધમાં ચાલી રહેલા છાત્રોના આંદોલનમાં હવે અનશનકારી... -
અંતરિક્ષમાં છોડાયેલા ઉપગ્રહોનો ભંગાર બન્યા જોખમ: લાઈવ સેટેલાઈટને બચાવવામાં લાગ્યા ધુરંધર
જો ઉપગ્રહો સાથે કાટમાળ ટકરાય તો ઈન્ટરનેટ સેવા ઠપ્પ થઈ જાય પૃથ્વીની ઓરબિટમાં 22માંથી 20 ભારતીય... -
આસારામના પુત્ર નારાયણ સાંઇને સુપ્રિમ કોર્ટનો ઝટકો: રેપ કેસમાં સજા પર રોકનો ઇન્કાર
સુપ્રિમ કોર્ટે આસારામના પુત્ર અને 2013ના દુષ્કર્મ કેસમાં આજીવન કારાવાસની સજા ભોગવતા નારાયણ સાંઇને સુપ્રિમ કોર્ટે...
