વધુ બે હોસ્પિટલમાંથી મા.કાર્ડની માન્યતા રદ: જલારામ-સવાણી હડફેટે

રાજકોટ તા.15
અગાઉ સ્ટલીંગ અને વોકહાર્ટ હોસ્પિટલની ર્માં કાર્ડની માન્યતા રદ કરવામાં આવ્યા બાદ રાજકોટની વધુ બે હોસ્પીટલમાંથી ર્માં કાર્ડની માન્યતા રદ કરવામાં આવી હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.
રાજકોટમાં ગરીબ પરીવારોને મલ્ટીયલ્સ હોસ્પીટલમાં મફતમાં સારવાર મળી રહે તે માટે મહાપાલિકા દ્વારા મા કાર્ડના કેમ્પ યોજવામાં આવી રહ્યા છે ત્યારે જલારામ રઘુકુળ હોસ્પીટલ અને બી.ટી.સવાણી કીડની હોસ્પીટલમાંથી મા કાર્ડની માન્યતા રદ કરવામાં આવતા દર્દીઓની યાતનામાં વધારો થશે.
મા કાર્ડ અને આયુષ્યમાન ભારતની યોજના હેઠળના કાર્ડ હોવા છતાંય ગરીબ દર્દીઓને હોસ્પીટલોમાં સારવાર મળતી નથી. બલ્કે કાર્ડ હોવા છતાંય મોટી મસ ફી વસુલવામાં આવી રહી છે. રાજ્ય આરોગ્ય વિભાગે માત્ર નાણાં કમાવવાનો ધ્યેય ધરાવતી હોસ્પીટલો સામે લાલ આંખ કરી છે. છેલ્લા બે વર્ષમાં ગરીબ દર્દીઓને લૂંટતી 14 હોસ્પીટલો પાસેથી માં કાર્ડ, આયુષ્યમાન ભારત હેઠળ દર્દીઓને સારવાર કરવાની માન્યતા રદ કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યએ પુછેલાં એક પ્રશ્ર્નના ઉત્તરમાં આરોગ્ય વિભાગે માહિતી આપી છે કે, રાજ્યમાં 402 હોસ્પીટલો એવી છે કે, જ્યાં ગરીબ દર્દીઓ માં કાર્ડ અને આયુષ્યમાન ભારત યોજના હેઠળ કોઇપણ રોગની સારવાર મેળવી શકે છે. દર્દીઓ ખાનગી હોસ્પીટલોમાં સારવાર મેળવી શકે તે માટે આરોગ્ય વિભાગે માન્યતા આપી છે. મુખ્યમંત્રી ફંડમાંથી હજુ મંજુરી મળી નથી તેવા બહાના કાઢીને દર્દીઓ પાસેથી ફી લેવાય છે.
આ ફરીયાદોને પગલે ગુજરાતમાંથી કુલ મળીને 14 હોસ્પીટલો પાસે મા કાર્ડ અને આયુષ્યમાન ભારતની યોજના હેઠળ દર્દીઓની સારવાર કરવાની માન્યતા રદ કરવામાં આવી છે. હજુય દર્દીઓની ફરીયાદોનો દોર જારી છે. જો કે સરકારે વિવિધ રોગની સારવારના નિયત પેકેજ જાહેર કર્યા છે. જે ખાનગી હોસ્પીટલોને પોષાય તેમ નથી આ જોતાં ખાનગી હોસ્પીટલો જાણીબુઝીને આ યોજનાથી દુર થઇ રહી છે.

રિલેટેડ ન્યૂઝ