સુરત: 20 કલાક બાદ પણ હજુ કાપડ માર્કેટમાં આગ બેકાબુ – કરોડનો માલ બળી ખાખ

સુરતના પુણાની રઘુવીર સિલિયમ માર્કેટમાં લગભગ ત્રણ વાગ્યાની લાગેલી આગ હજુ સુધી કાબુમાં આવી નથી. જયારે બેકાબુ બનેલી આગને કાબુમાં લેવા માટે ફાયરબ્રિગેડના જવાનો અને એનડીઆરએફની ટીમ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. જયારે આ આગ ૧૮ કલાક બાદ પણ કાબૂમાં આવી નથી. આગે વિકરાળ બનીને માર્કેટની તમામ દુકાનોને ઝપટમાં લીધી હતી. જેથી દુકાનોની સાથે તેમાં રહેલ 300 કરોડોનો માલ ખાખ થઇ ગયો છે. હાલ આખા વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. જોકે હજુપણ આગ કાબુમાં આવતા સવાર થાય તેવું લાગી રહ્યું છે. રઘુવીર સિલિયમ માર્કેટની આગના કોલને મેજર કોલ જાહેર કર્યા બાદથી ફાયર બ્રિગેડના લાશ્કરોની કુલ ૭૬ જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોચી ગઈ હતી. ઉપરાંત ત્રણ હાઇડ્રોલિક પ્લેટફોર્મને પણ બોલાવીને સાત માળની આ માર્કેટના તમામ ફ્લોર પર આવેલી દુકાનો અને ગોડાઉનોમાં પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં નિષ્ફળતા મળી છે. જયારે 3૦૦ જેટલા ફાયર જવાનો દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જયારે ભીષણ આગને કાબુમાં લેવા માટે એનડીઆરએફની ૩૩ જવાનોની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ આગથી કોઈ અન્ય દુર્ઘટના સર્જાય તો રાહત અને બચાવ માટે ટીમને તૈનાત કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ