અર્જુન મોઢવાડીયાની FB પોસ્ટ, વિદ્યાર્થીઓ પર દબાણ કરી CAAના સમર્થનમાં પ્રધાનમંત્રીને પોસ્ટકાર્ડ લખવાની ફરજ પડાઈ

અમદાવાદઃ ગુજરાત ભાજપ દ્વારા CAA(નાગરિકતા કાયદો) ઘડવા બદલ વડાપ્રધાન મોદીને અભિનંદન આપવા 5 લાખ પોસ્ટકાર્ડ લખવાનું અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ મામલે આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડીયાએ એફબી પોસ્ટ સાથે હેતાલી સોલંકી અને તેના વાલીનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે. આ એફબી પોસ્ટમાં લખ્યું છે કે, અમદાવાદના ચાંદખેડામાં આવેલી પ્રગતિ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ પર દબાણ કરીને CAAના સમર્થનમાં પ્રધાનમંત્રીને પોસ્ટકાર્ડ લખવાની ફરજ પડાઈ છે. બાળકોનો રાજકીય ઉપયોગ શરમજનક બાબત છે.

રિલેટેડ ન્યૂઝ