રાત્રે પટકાતો પારો: દિવસે ઉચકાતું તાપમાન ભર શિયાળે ફરી થતો મિશ્ર ઋતુનો અનુભવ

રાજકોટ તા.24
સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય વધારા ઘટાડા સાથે ઠંડીનો પારો યથાવત રહેતા ટાઢોડાનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. તો હજી આગામી સપ્તાહથી ફરી કાતિલ ઠંડીનો નવો રાઉન્ડ આવવાનો સંકેત હવામાન વિભાગના સુત્રો દ્વારા દર્શાવવામાં આવ્યો છે.
છેલ્લા પાંચ દિવસથી હમણા ઉચકાઈ રહેલા ન્યુનતમ તાપમાનના પારા વચ્ચે દિવસ રાત ફુંકાતી રહેલી શીત લહેરની અસરથી કેટલાક સ્થળે લઘુતમ તાપમાનમાં ફરી સામાન્ય ઘટાડો નોંધાયો હતો તો કેટલાક સ્થળે પારો ઉચકાયો હતો. જો કે સતત 6થી 14 કી.મી. પ્રતિકલાકની ઝડપે ફુંકાતા ઉતર પૂર્વના હિમાચ્છાદીત પવનની અસર હેઠળ હતી પણ પાંચ દિવસ રાત લોકોને ટાઢોડાનો અનુભવ યથાવત રહ્યો છે.
એક બાજુ પોષ મહિનો પુરો થયો છે અને આવતીકાલથી મહા મહિનો શરૂ થઈ રહ્યો છે. તેવા સમયે લગભગ એક માસ બોકાસો બોલાવ્યા બાદ છેલ્લાપાંચ દિવસથી સામાન્ય રાહત ઠંડીમાં જોવા મળતી હતી. પરંતુ આગામી સપ્તાહમાં જ ફરી હાડ ગાળતી ઠંડીના દિવસો ચાલુ થવાની શકયતા હવામાન વિભાગની સ્થાનિક કચેરી દ્વારા દર્શાવવામાં આવેલ છે.
હાલ ઉતર પૂર્વના સુકો જમીની પવનો ફુંકાતો હોવા છતા વાતાવરણમાં દિવસ રાત ભેજનું પ્રમાણ 50થી 80 ટકા જેટલું રહે છે. જેને કારણે લોકોને સવારે મોડે સુધી ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. વિચિત્ર હવામાનને કારણે ફરી વાયરલ જન્ય રોગચાળાએ માથુ ઉચકતા શરદી, કફ, ઉધરસ, તાવના વાયરલ જન્ય રોગનો ભોગ બનેલા દર્દીઓની સંખ્યા ખુબજ વધી છે. દિવસ રાત ગરમ વસ્ત્રો, રૂમાર, મફલર, કાન ટોપીમાં વિટળાયેલા રહેવા છતા લોકો ઋતુજન્ય રોગચાળાનો શિકાર બની રહ્યા છે.
રાજકોટ
રાજકોટમાં ચાલુ સપ્તાહમાં બોકાસો બોલાવતી ઠંડીમાંથી રાહત મળવા છતા સતત પવન ફુંકાતો હોવાથી સામાન્ય વધારા ઘટાડા સાથે ઠંડી સાથે ટાઢોડાનું આક્રમણ ચાલુ રયો છે. ગઈકાલે 11.5 ડીગ્રી નોંધાયેલા લઘુતમ તાપમાનમાં આજે 11.0 ડીગ્રી પર પારો સ્થિર થયોહતો. જો કે ગઈકાલે દિવસે પણ ચાલુ રહેલી શીતલહેરથી મહતમ તાપમાન પણ પટકાઈને 26 ઢીગ્રી નજીક પહોંચી ગયું હતું. જેથી શહેરીજનોને ફરીને દિવસ રાત ભારે ટાઢનો અનુભવ થઈ રહ્યો છે. સાથે રાતભર પવન પણ 8 કી.મી. ઝડપે ફુંકાતા લોકો કાતીલ ઠંડીની લપેટમાં હોય તેવો અનુભવ કરતા જોવા મળતા હતા. જો કે 10 વાગ્યે પારો 17 ડીગ્રીને વળોટી જતા આજે મહતમ તાપમાન 30 ડીગ્રી ઉપર પહોંચી ગયો હતો.
જામનગર
જામનગર શહેર માં આજે સવારે પૂરા થતાં 24 કલાક દરમિયાન ન્યૂનતમ તાપમાન 12.5 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 24.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 67 ટકા રહ્યું હતું. તેમજ પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 15 થી 20 કિ.મી.ની રહી હ

રિલેટેડ ન્યૂઝ