પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ નિરંજન શાહ, ચેતેશ્ર્વર, જય વસાવડા સમેતનું સન્માન

રાજકોટ તા. 25
રાજકોટ ખાતે 71માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ચાલી રહી છે. ત્યારે આજે રાત્રે (શનીવારે રાત્રે) રંગીલા રાજકોટ કાર્યક્રમમાં રેસકોર્ષ ખાતે જુદા જુદા ક્ષેત્રે વિશિષ્ઠ સેવા અપનાર 10 મહાનુભાવોનું સન્માન થયું હતું. જેમાં રાજકોટને સૌરાષ્ટ્ર – ક્રિકેટ એસો.ના ક્રિકેટ સ્ટેડિયમની ભેટ આપનાર અને બીસીસીઆઇ પશ્ર્ચિમ વિભાગના ઉપપ્રમુખ નિરંજભાઇ શાહ, સંગીતકાર પંકજભટ્ટનું સંગીત ક્ષેત્રે પિયુબેન સરખેલનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ક્રિકેટર ચેતેશ્ર્વર પુજારા, ટ્રાફીક જાગૃતિ માટે જયેશ શાહ, ધનશ્યામજી મહારાજ (ગોંડલ), લેખક જય વસાવડા શ્રી મંત્ર હરખાણી (સ્વીંમીંગ), વિજય ડોબરીયા (સમાજસેવા) અને કું. વૈભવી ત્રિવેદી (ટેબલટેનીસ)નું પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે સન્માન કરાયું હતું.

રિલેટેડ ન્યૂઝ