CAA પ્રસ્તાવ પર યુરોપિયન સંસદને સ્પિકર ઓમ બિરલાનો પત્ર, કહ્યું- આ યોગ્ય નથી

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રસ્તાવ લાવવાને લઈને લોકસભા સ્પીકર ઓમ બિરલાએ યૂરોપિયન સંસદના અધ્યક્ષને પત્ર લખીને તેના પર પુનર્વિચાર કરવાનું કહ્યું છે. પત્રમાં સ્પીકરે સીએએના મહત્વને સમજાવતા જણાવ્યું કે, આ પાડોસી દેશોમાં ધાર્મિક વિરોધનો શિકાર થયેલા લોકોને સરળતાથી નાગરિકતા આપવા માટે છે અને તે નાગરિકતા છીનવતો નથી.

સીએએ કોઈની નાગરિકતા છીનવતું નથીઃ બિરલા
યૂરોપિયન સંસદના અધ્યક્ષ ડેવિડ મારિયા સસૌલીને લખેલા પત્રમાં સ્પીકર બિરલાએ કહ્યું કે, ‘આ કાયદો (CAA) અમારા પાડોસના દેશોમાં ધાર્મિક વિરોધનો શિકાર થયેલા લોકોને સરળતાથી નાગરિકતા આપવા માટે છે. તેનો ઉદ્દેશ્ય કોઈની નાગરિકતા લેવાનો નથી. ભારતીય સંસદના બંન્ને ગૃહમાં ચર્ચા બાદ તેને પાસ કરવામાં આવ્યો છે.’

રિલેટેડ ન્યૂઝ