હાઇકોર્ટમાં સરકારનો યુ ટર્ન: પાછળ બેસનારે પણ હવે હેલમેટ પહેરવું પડે તો નવાઇ નહી

અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા હાઇકોર્ટમાં હેલમેટ મુદ્દે એફીડેવિટ દાખલ કરવામાં આવી હતી. એક કેસની સુનવણીમાં સરકાર પાસે હેલમેટ મરજીયાત કરવા મુદ્દે જવાબ માંગવામાં આવ્યો હતો. જેનાં જવાબમાં ગુજરાત સરકારે જણાવ્યું કે, શહેરી વિસ્તારમાં હેલમેટ મરજીયાત કરવા માટે એક મૌખીક સુચના આપવામાં આવી હતી. આ મુદ્દે કોઇ પરિપત્ર કરવામાં આવ્યો નથી. હેલમેટ ફરજીયાત જ છે અને સુપ્રીમ કોર્ટની ગાઇડ લાઇન અનુસરવા માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે. ટુંક સમયમાં તેનો અમલ પણ ચાલુ કરવામાં આવશે. 

રિલેટેડ ન્યૂઝ