કોરોના વાયરસ: ચીનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ આવતીકાલે આવે તેવી શક્યતા

ચીનમા કોરોના વાયરસનો કેર છે. ગુજરાતના કેટલાક વિદ્યાર્થીઓ પણ ચીનમાં ફસાયા છે. ત્યારે ચીનમાં ફસાયેલા ગુજરાતના 23 વિધાર્થી આવતીકાલે ભારત આવે તેવી શકયતા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિદેશ પ્રધાન જય શંકર સમક્ષ કરેલી રજૂઆત બાદ ભારતીય દૂતાવાસ એકશનમાં આવ્યું છે. અને આવતીકાલે સાંજે દિલ્લી એરપોર્ટ પર 23 વિધાર્થીઓ પહોચી શકે છે. ગુજરાતના વિદ્યાર્થીઓમાં જૂનાગઢના 4 વિધાર્થી, રાજકોટના 5 વિધાર્થી અને કચ્છ 3 વિધાર્થીઓ સામેલ છે.

રિલેટેડ ન્યૂઝ