રેલ બજેટમાં યાત્રી સુવિધાઓ સહિત ઝડપી ટ્રેનોની જાહેરાત થઇ શકે
નવી દિલ્હી : બજેટ પહેલા સરકારને મોટી રાહત મળી છે. સતત ચાર મહિના કોર સેક્ટરગ્રોથમાં ગિરાવટ પછી ડિસેમ્બરમાં વધારો નોંધાયો છે. ડિસેમ્બરમાં કોર સેક્ટરનો વૃદ્ધિ દર 1.3 ટકા રહ્યો છે. પાછલા નવેમ્બરમાં તેમાં 0.6 ટકાનો ઘટાડો થયો હતો. આઠ બુનિયાદી ક્ષેત્રોમાં કોલસા, કાચું તેલ, નેચરલ ગેસ, રિફાઇનરી ઉત્પાદ, ફર્ટિલાઇઝર્સ, સ્ટિલ, સિમેન્ટ અને ઇલેક્ટ્રિસિટી સામેલ છે.
બજેટના એક દિવસ પહેલા આવેલા આ સમાચાર સરકારને રાહત આપનાર છે. આ સાથે ભારતીય અર્થવ્યવસ્થામાં સુસ્તીના લાંબા ગાળામાં ફસવાની આશંકા પણ ખતમ થતી જોવા મળી રહી છે. કોર સેક્ટરમાં વધારો છતા આ આંકડા ગત વર્ષેના ડિસેમ્બરથી પાછળ છે. ડિસેમ્બર 2018માં કોર સેક્ટરની વૃદ્ધિ દર 2.1 ટકા રહ્યો હતો.
