નવી દિલ્હીઃ આ દાયકાના પહેલા અને મોદી સરકાર 2.0ના બીજા બજેટમાં દરેક વર્ગ માટે જાહેરાત કરવામાં આવી છે, તેવામાં અમે તમને બજેટ-2020ની 21 મોટી જાહેરાત બતાવી રહ્યાં છીએ.
- સસ્તા મકાનની ખરીદી માટે દોઢ લાખ રૂપિયાની સબ્સિડી વધુ એક વર્ષ માટે વધારી દેવામાં આવી છે.
- સરકારે બેન્ક ડિપોઝિટ પર વીમાની મર્યાદા 1 લાખથી વધારીને 5 લાખ કરી દેવામાં આવી છે. મતલબ જો બેન્ક ડૂબે છે કો બેન્કના ગ્રાહકને 5 લાખ રૂપિયા સુધી મળી જશે.
- 7 હજાર કિલોમીટરના રેટલે ટ્રેકનું વિદ્યુતીકરણ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
- નવી હાઈસ્પીડ ટ્રેનની સાથે-સાથે નવી તેજસ ટ્રેન ચલાવવાની પણ જાહેરાત થઈ છે.
- ચાર નવા રેલવે સ્ટેશનોના નિર્માણ પીપીવી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલથી કરવાની જાહેરાત કરવામાં આવી છે.
- શિક્ષણ માટે 99 હજાર 300 કરોડ રૂપિયાના બજેટની ફાળવણી.
- માર્ચ 2021 સુધી 150 નવા ડિપ્લોમાં ઇન્સ્ટીટ્યૂટ ખોલશે.
- નેશનલ પોલીસ યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી બનાવવાની જાહેરાત.
- આયુષ્મા ભારત યોજનામાં હોસ્પિટલોની સંખ્યા વધારવામાં આવશે.
- સ્વચ્છ ભારત મિશન માટે 12 હજાર 300 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી.
- મિશન ઇન્દ્રધનુષ જે 12 બીમારીથી લડે છે, તેનો વિસ્તાર થશે.
- 2025 સુધી ભારતને ટીબી મુક્ત કરવાનું લક્ષ્ય છે. અભિયાનનું નામ હશે- ટીબી હારશે, દેશ જીતશે.
- 2022 સુધી કિસાનોની આવક બમણી કરવા માટે 16 સૂત્રીય એક્શન પ્લાન.
- જસદી ખરાબ થતા કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે કિસાન રેલ અને કિસાન ઉડાન યોજના.
- પીએમ કુસુમ સ્કીમ દ્વારા 20 લાખ કિસાનોને સોલાર પંપથી જોડવામાં આવશે.
- બાગાયતી પાક માટે એક જિલ્લા એક પાક યોજના.
- 1 લાખ ગ્રામ પંચાયતો સુધી ઇન્ટરનેટ કનેક્ટવિટી પહોંચશે.
- મહિલા કિસાનો માટે ધન લક્ષ્મી યોજના.
- 5 પુરાતત્વિક મહત્વની જગ્યાઓને પર્યટન સ્થળ તરીકે વિકસિત કરવામાં આવશે.
- આગામી ત્રણ વર્ષમાં વિજળી ગ્રાહકોને કંપની પસંદ કરવાની આઝાદી મળશે… લાગશે સ્માર્ટ પ્રીપેડ મીટર.
- નવા સંઘ શાસિત પ્રદેશ જમ્મૂ-કાશ્મીર માટે 30 હજાર 757 કરોડ રૂપિયા અને લદ્દાખના વિકાસ માટે 5958 કરોડ રૂપિયાની રકમની ફાળવણી.
