નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2020-21 માટેનું સામાન્ય બજેટ સંસદમાં રજુ કર્યું. પોતાના બજેટ ભાષણમાં નાણામંત્રીએ સમાજના તમામ વર્ગો માટે મોટી જાહેરાતો કરી. પરંતુ જે જાહેરાતની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં તે બજેટ ભાષણના લગભગ 2 કલાક બાદ થઈ. નાણામંત્રીએ કહ્યું કે વિકાસ માટે ટેક્સ સંરચનામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યાં છે. કોર્પોરેટ ટેક્સને 15 ટકા કરાયો છે.
પ્રમાણેના કરાયા ફેરફાર
- 5 લાખથી 7.5 લાખ રૂપિયા સુધીની આવકવાળાઓએ અત્યાર સુધી 20 ટકા ટેક્સ ભરવો પડતો હતો પરંતુ હવે તેને ઘટાડીને 10 ટકા કરાયો છે.
- 7.5 લાખથી 10 લાખ રૂપિયાની આવકવાળાઓ માટે 15 ટકા ટેક્સ રહેશે જે પહેલા 20 ટકા હતો.
- 10 લાખથી 12.5 લાખની આવકવાળા લોકોને જે 30 ટકા ટેક્સ ભરવો પડતો હતો તે હવે ઘટાડીને 20 ટકા કરાયો છે.
- 12.5 લાખથી 15 લાખની આવકવાળા પર 25 ટકા ટેક્સ લાગશે.
- જ્યારે 15 લાખથી વધુની આવકવાળાઓ પર 30 ટકા ટેક્સ લાગુ રહેશે.
