‘બજેટથી બજાર નારાજ’, સેન્સેક્સમાં 987 પોઈન્ટનું ગાબડું, નિફ્ટી પણ 300 પોઈન્ટના ઘટાડા સાથે બંધ

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારમને આજે સંસદમાં વર્ષ 2020-21નું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. પરંતુ આ બજેટની નેગેટિવ અસર ભારતીય શેર બજાર પર પડી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 987.96 પોઈન્ટના ઘટાડા સાથે 39,735.53 પર બંધ થયો હતો. તો નેશનલ સ્ટોક્સ એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 300.25 પોઈન્ટના ઘટાડા સાથે 11661.85 પર બંધ થયો હતો. 

સંસદમાં બજેટ રજૂ થવાની સાથે શેરબજાર ખુશ જોવા મળ્યું નહતું. સરકારે બજેટમાં ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યૂશન ટેક્સ (DDT) ખતમ કરવા અને આવકવેરાના સ્લેબ પર મોટા ફેરફાર કર્યાં છે. પરંતુ તેમ છતાં બજાર મોટા ઘટાડા સાથે બંધ થયું હતું. 

આજે સવારે જ્યારે શેર બજારની શરૂઆત પણ મિશ્રિત જોવા મળી હતી. સેન્સેક્સ વધારા સાથે તો નિફ્ટી લાલ નિશાન પર ખુલી હતી. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ઘટાડો જોવા મળ્યો હતો

રિલેટેડ ન્યૂઝ