સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની ઓનલાઇન ટિકિટમાં કૌભાંડ! 1,000ની ટિકિટના રૂ.1,260 ઉઘરાવાયા

નર્મદા : સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ખાતે વ્યૂઇંગ ગેલેરીની ટિકિટો હાઉસફૂલ થઈ જતા તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. શનિ રવિવાર ની રજા માં પ્રવાસીઓ માટે SOUના તંત્ર દ્વારા ટિકિટ ઓનલાઇન બુકીંગ કરવામાં આવ્યું છે જેનો ફાયદો સીધો એજન્ટો ઉઠાવી રહ્યા છે આજે ફરી બોગસ ટિકિટ નો કિસ્સો બહાર આવ્યો છે. એજન્ટો દ્વારા પ્રવાસીઓ ને છેતરવામાં આવી રહ્યા છે આજે અમદાવાદની એક રંગ ટ્રાવેલ્સ એજન્સી દ્વારા રૂપિયા 1,000ની ઓનલાઇન ટિકિટ કાઢી PDF ફાઈલમાં 1000ની જગ્યા એ 1260 રૂપિયા લખી પ્રવાસીઓને છેતરવામાં આવ્યા હતા

SOU પાસેની ટિકિટ ચેકીંગમાં આ તમામ કારસો ઝડપાઇ ગયો હતો. જેમાં 1000 ની 10 ટિકિટો માં છેડછાડ કરી પ્રવાસીઓ પાસે થી 260 રૂપિયા વધારે પડાવી લીધા હતા જેબાબાતે SOU ના અધિકારીઓ દ્વારા કેવડિયા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ