જયંતિ ભાનુશાળી હત્યા મામલે હાઈકોર્ટમાંથી છબિલ પટેલને રાહત, શરતોના આધારે જામીન મંજુર

કચ્છના પૂર્વ ધારાસભ્ય જ્યંતી ભાનુશાલીની હત્યાને લઈને છબીલ પટેલ અને તેમના વેવાઇ રસિક પટેલની ધરપકડ થઈ હતી. તેમજ હત્યાના મુખ્ય સાક્ષી પવન મૌર્યની પણ ધરપકડ કરાઇ હતી. ત્યારે આ મામલે પાંચ મહિના અગાઉ છબીલ પટેલ અને સાથી આરોપીઓની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી હતી. ગાંધીધામ સેશન્સ કોર્ટે જામીન નામંજૂર કર્યા હતા.

બાદમાં પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ હાઈકોર્ટના શરણે ગયા હતા. જેમાં તેમણે રેગ્યુલર જામીન અરજી કરી હતી. ત્યારબાદ તેમની અરજી પર આજે (સોમવાર) હાઈકોર્ટમાં સુનાવણી થઇ હતી. જેમાં છબીલ પટેલને શરતોના આધારે જામીન મળ્યા છે. મહત્વનું છે કે, આ મામલે અગાઉ હાઈકોર્ટે આરોપી રાહુલ અને નીતિનના જામીન મંજૂર કર્યા હતા.

રિલેટેડ ન્યૂઝ