યેદિયુરુપ્પા સરકાર ખાનગી-સરકારી નોકરીઓમાં સ્થાનિક લોકોને 75% અનામત આપશે

બેંગલુરુ : કર્ણાટકની બીએસ યેદિયુરુપ્પા સરકાર રાજ્યમાં સરકારી અને પ્રાઇવેટ નોકરીઓમાં સ્થાનિક લોકોને 75 ટકા અનામત આપવાની વ્યવસ્થા કરવા જઈ રહી છે. આ માટે રાજ્ય સરકાર એક રોડમેપ તૈયાર કરી રહી છે. જેમાં સરકારી નોકરીઓ સિવાય પ્રાઇવેટ ક્ષેત્રમાં કર્ણાટકનાલોકોને 75 ટકા અનામતની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ગત વર્ષે જુલાઈમાં આંધ્ર પ્રદેશ સરકાર આ પ્રકારનું બિલ લાવી ચૂકી છે. આ અનામત ફેક્ટરીઓ, દુકાનો, વાણિજ્યિક પ્રતિષ્ઠાનો, એમએસએમઈ અને સંયુક્ત ઉદ્યમમાં સ્થાનિક ઉમેદવારોને રોજગાર આપશે.

રિલેટેડ ન્યૂઝ