શું ભારતે પાકિસ્તાનના વિદ્યાર્થીઓને ચીનમાંથી કાઢવાનો પ્રયાસ કર્યો હતો? વિદેશ મંત્રીએ આપ્યો આ જવાબ…

ચીનથી કોરોના વાયરસથી પાકિસ્તાની વિદ્યાર્થીઓને બચાવવાના મુદ્દા પર વિદેશ મંત્રી એસ. જયશંકરે શુક્રવારે રાજ્યસભામાં કહ્યું કે, અમે પાકિસ્તાન સહિત તમામ પાડોશી દેશોના ચીનમાં ફસાયેલ તેમના વિદ્યાર્થીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. અમે તો અમારા જહાજ મોકલ્યા હતા, જેમાં ભારતીય વિદ્યાર્થીઓ પરત ફર્યા છે, પરંતુ પાકિસ્તાને આ મામલે કોઈ જવાબ નથી આપ્યો. જેથી પાકિસ્તાની વિદ્યાર્થીઓને પરત લાવી શકાયા નથી.

અબ કી બાર કિસકી બારી, યોગી સરકાર વધુ એક જિલ્લાનું નામ બદલવાની તૈયારીમાં…
વિદેશ મંત્રી એસ. જયશંકરે આજે રાજ્યસભામાં જણાવ્યું કે, ચીનના વુહાનમાં જે ભારતીય વિદ્યાર્થી કોરોના વાયરસના કહેરની વચ્ચે ફસાયેલા છે. તેમાંથી મોટાભાગનાઓને ભારત પરત લાવવામાં આવી ચૂક્યા છે. આ સાથે જ વિદેશ મંત્રીએ એમ પણ કહ્યું કે, કોઈ પણ ભારતીય વિદ્યાર્થી કોરોના વાયરસથી પ્રભાવિત હોવાની કોઈ જાણકારી હજુ સુધી મળી નથી. જે પણ ભારતીય વિદ્યાર્થીઓ સ્વદેશ પરત ફર્યા છે, તેઓની હેલ્થ તપાસ કરવામા આવી છે. તેમને નજરમાં રાખવામાં આવ્યા છે, તમામના ટેસ્ટ પણ નેગેટિવ આવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ