કોકરાઝારમાં PM મોદીએ કહ્યું, જનતાનો પ્રેમ મને દરેક ડંડાથી બચાવી લેશે

આસામ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાગરિકતા સંશોધન કાયદાબાદ પહેલીવાર આસામના પ્રવાસે પહોંચ્યા. આસામના કોકરાઝાર માં એક રેલીને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે ક્યારેક લોકો મોદીને ડંડો મારવાની વાત કહે છે. પરંતુ જે મોદીને આટલી મોટી સંખ્યામાં માતાઓ-બહેનો સુરક્ષા કવચ મળ્યું છે તેની પર કેટલા પણ ડંડા વાગે તેનાથી કંઈ નહીં થાય. તેની સાથે જ તેઓએ કહ્યું કે આજે જે ઉત્સાહ, જે ઉમંગમાં આપના ચહેરા પર જોઈ રહ્યો છું, તે અહીંના ‘આરોનાઈ’ અને ‘ડોખોના’ના રંગારંગ માહોલથી પણ વધુ સંતોષ આપનારું છે. આજનો દિવસ તે હજારો શહીદોને યાદ કરવાનો છે જેઓએ દેશ માટે પોતાના કર્તવ્ય પથ પર બલિદાન આપ્યું.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આજનો દિવસ આ સમજૂતી માટે ખૂબ સકારાત્મક ભૂમિકા નિભાવનારા ઑલ બોડો સ્ટુડન્ટ્સ યૂનિયન, નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઑફ બોડોલેન્ડ સાથે જોડાયેલા તમામ યુવા સાથીઓ, BTCના ચીફ શ્રીહગરામામાહીલારે અને આસામ સરકારની પ્રતિબદ્ધતાને અભિનંદન આપવાનો છે. આજનો દિવસ આસામ સહિત સમગ્ર નોર્થ ઈસ્ટ માટે 21મી સદીમાં એક નવી શરૂઆત, એક નવું સવાર, નવી પ્રેરણાનું સ્વાગત કરવાનો છે. હું ન્યૂ ઈન્ડિયાના નવા સંકલ્પોમાં તમે પણ શાંતિપ્રિય આસામ, શાં‍તિ અને વિકાસ પ્રિય નોર્થઈસ્ટનું સ્વાગત કરું છું, અભિનંદન પાઠવું છું.

રિલેટેડ ન્યૂઝ