અમદાવાદ : નંદન ડેનિમની આગમાં વધુ બે મૃતદેહ મળતા મૃતકોની સંખ્યા , પરિવારજનોમાં રોષ

 અમદાવાદ : શહેરનાં પૂર્વ વિસ્તારનાં નારોલ-પીપળજ રોડ ઉપરની ચિરીપાલ ગૃપની નંદન ડેનિમ નામની ફેક્ટરીનાં ગોડાઉનમાં શનિવારે એટલે ગઇકાલે સાંજે આસરે 5.45 કલાકે ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે, અહીં હાજર કર્મચારીઓને જીવ બચાવવાનો મોકો પણ મળ્યો ન હતો. આ આગમાં કુલ સાત કર્મચારીઓ જીવતાં ભૂંજાઇ ગયા છે. આગને બુજાવવા માટે 16થી વધુ ફાયર ફાઇટર વાહનો સાથે 150 ફાયરમેનનો કાફલો તૈનાત કરી દેવાયો હતો. હજારો લીટર પાણીનો છંટકાવ કર્યા બાદ પણ આગ મોડી રાત સુધી કાબુમાં આવી ન હતી. શહેરના નારોલ પીપળજ રોડ પાસે ચીરીપાલ ગૃપની નંદન ડેનિમ નામની કાપડ ફેકટરીનું ગોડાઉન આવેલું છે. અહીં કાપડ યુનિટ હોવાથી બે માળના બે મોટા ગોડાઉનમાં કોટન અને કાપડ સહિત અન્ય ચીજવસ્તુઓનો જથ્થો પડયો હતો જેથી અહીં આગ ઝડપીથી ફેલાઇ ગઇ હતી.

રિલેટેડ ન્યૂઝ