દિલ્હીમાં કોની સરકાર? આજે ફેંસલો

નવી દિલ્હીઃ દિલ્હીમાં મતદાન સંપન્ન થઈ ગયું અને હવે આજે (11 ફેબ્રુઆરી) પરિણામ આવશે. તમામ પાર્ટીઓએ ચૂંટણી પ્રચારમાં ખુબ જોર લગાર્યું અને દિવસ-રાત પ્રચાર કર્યો હતો. ચૂંટણી બાદ ઘણી મીડિયા ચેનલોએ એક્ઝિટ પોલ જાહેર કર્યાં છે, જેમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતી જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટી પાછળ જોવા મળી રહી છે તો કોંગ્રેસ તો મુકાબલામાંથી બહાર છે. પરંતુ તમામ પાર્ટીઓ પોત-પોતાની જીતનો દાવો કરી રહી છે. 

આ ચૂંટણી વિવાદિત નિવેદનોને લઈને પણ યાદ કરવામાં આવશે. પાર્ટી નેતાઓએ ચૂંટણી જીતવા માટે દરેક તરબીક અજમાવી જેથી તેને રાજકીય લાભ મળી શકે. આ દરમિયાન ઘણા વિવાદિત નિવેદન સામે આવ્યા જેના પર ચૂંટણી પંચે કાર્યવાહી કરી અને નેતાઓને નોટિસ ફટકારી હતી. શાહીન બાગ અને નાગરિકતા સંશોધિત કાયદા જેવા મુદ્દા પણ ચૂંટણી દરમિયાન છવાયેલા રહ્યાં, તો પાકિસ્તાનની પણ એન્ટ્રી થઈ હતી. 

એક્ઝિટ પોલમાં આપ સરકાર
દિલ્હી વિધાનસભા ચૂંટણી લઈને કરવામાં આવેલા એક્ઝિટ પોલથી ખ્યાલ આવે છે કે આમ આદમી પાર્ટી એકવાર ફરી દિલ્હીમાં સરકાર બનાવવા જઈ રહી છે. તો ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ પહેલા કરતા સારી થતી જોવા મળી રહી છે પરંતુ તે સત્તા પર બેસવા માટે પૂરતી નથી. ભારતીય જનતા પાર્ટી છેલ્લા બે દાયકાથી રાજધાનીની સત્તાથી દૂર છે. 

રિલેટેડ ન્યૂઝ