LRD ભરતીમાં અનામતનો વિવાદ મામલો , રાજ્ય સરકારે 1 ઓગસ્ટ 2018ના પરિપત્ર રદ કર્યો, સુધારા સાથે નવો પરિપત્ર કરશે

અમદાવાદઃ LRD ભરતી મામલે થઈ રહેલા વિવાદને કારણે રાજ્ય સરકારે 1-8-18નો પરિપત્ર રદ કર્યો છે. હવે તેમાં સુધારો કરી નવો પરિપત્ર કરવામાં આવશે. છેલ્લા બે મહિનાથી સરકારી નોકરીઓમાં જનરલ કેટેગરીની મહિલાઓ માટે અનામત રાખેલી બેઠકો પર યોગ્ય ઉમેદવાર ન મળતા ખાલી રહેલી બેઠકો ભરવા અંગે વિવાદ વકરી રહ્યો છે. આ બેઠકોને જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારો વડે ભરવાના 1 ઓગસ્ટ 2018ના GADના પરિપત્ર સામે રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે. આ પરિપત્રને લીધે LRD ભરતી પ્રક્રિયાથી વિવાદનો મધપૂડો છેડાયો હતો. આ પરિપત્રનો માલધારી, આદિવાસી, મહિલાઓ, OBC, SC અને ST સમાજના
ઉમેદવારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમજ OBC, SC અને ST સમાજના ઉમેદવારોની માગણી છે કે, મહિલાઓ માટે અનામત રખાયામાંથી ખાલી રહેલી બેઠકો જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારોથી નહીં પરંતુ અનામત કેટેગરીની મહિલાઓથી ભરવી જોઈએ.

1 ઓગસ્ટ 2018ના રોજ કરવા GAD દ્વારા કરવામાં આવેલા આ પરિપત્રના મુદ્દા નં. 12 અને 13ની જોગવાઈઓ અંગે હાલ વિવાદ ઉભો થયો છે. આ પરિપત્ર મુજબ, મેરિટના આધારે અનામતવાળી મહિલા પસંદગી પામે તો તેને અનામતના ક્વોટામાં જ ગણવાનો ઉલ્લેખ છે. જેની સામે આ મહિલાઓ આંદોલન પર ઉતરી છે

રિલેટેડ ન્યૂઝ