રાજકોટ તા. 11
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શિયાળાની વિદાય થઇ હોય તેમ તાપમાનનો પારો 16 થી 20 ડિગ્રીએ સ્થિર થતા ફુલગુલાબી વાતાવરણનો અનુભવ થઇ રહ્યો છે. કચ્છમાં હજુ ઠંડીનું મોજ યથાવત રહ્યું છે.
રાજકોટ શહેરમાં લઘુતમ તાપમાનનો પારો એક રાતમાં ચાર ડિગ્રી ઉંચે ચડયો છે.
શહેરનું લઘુતમ તાપમાનનો પારો 16.3 ડિગ્રી નોંધાયો છે. જયારે હવામાં ભેજનું પ્રમાણ 51 ટકા રહેવા પામેલ પ્રતિકલાક 8 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો વ્હેલી સવારે અને મોડી રાત્રે ઠંડક પ્રસરી છે.
નલીયામાં આજે પણ પારો સીંગલ ડિગ્રીએ પહોંચ્યો હતો નલીયાનું લઘુતમ તાપમાન 8.8 ડીગ્રી નોંધાયું હતું. જયારે ભુજમાં 13.4, કંડલામાં 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
એક તરફ શિયાળો મોડો ચાલુ થયો હતો, તેમ ઠંડીની મોસમ પણ મોડી વિદાય લે તેવી શક્યતા છે. બે દિવસથી લોકોને થોડી ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો, પરંતુ ઠંડી હજી સુધી પૂરી રીતે ગાયબ થઈ નથી. હવામાન વિભાગને મતે, એક રાઉન્ડ બાકી છે તેથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે.
હવામાન ખાતાના અધિકારીઓએ જણાવ્યા અનુસાર, સત્તાવાર રીતે હજી સુધી શિયાળાની વિદાય થઈ નથી. જે રીતે તબક્કાવાર ઠંડી લાગી રહી છે, જે રીતે વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે તે જોતા હજુ ઠંડી વધવાની શક્યતા છે. બે દિવસથી તાપમાન વધ્યું છે, અને ઠંડીમાં અંશત ઘટાડો થયો હતો.
