અમદાવાદ : બિન અનામત સંકલન સમિતિ દબાર મહત્વના સમાચાર આવી રહ્યા છે. બપોરે વાતચીત બેઠક અથવા નિર્ણય જણાવવામાં આવશે. સરકાર સાથે મીટિંગ થયા બાદ થી માત્ર ગઈ કાલથી વાયદા કરવામાં આવી ર્હાય છે. જે લોકોએ વાતચીત કરવાના પ્રયાસ કર્યા તેમને જવાબ આપ્યા નથી. દિનેશ બાંભણીયાએ કહ્યું કે, સરકાર બંન્ને સમુદાયને લોલીપોપ આપીને હાલ આંદોલન સમેટિ લેવાનાં મુડમાં છે.
એક વસ્તુ થઈ રહી છે તેમાં લોલીપોપ આપી ચાવની માંથી ઉભા કરવા અમુક લોકોને ઓર્ડર આપી દેવામાં આવે અને આંદોલન ને ખતમ કરી દેવામાં આવે અને ઠરાવ અંગે કોઈ પણ સ્પષ્ટતા કરી વગર બે મહિના સુધી પ્રક્રિયાને અટકાવી આંદોલનને વિખેરવાના પ્રયાસ સરકાર કરી રહી છે અને આવી કોઈ જાહેરાત અમને જાણ કરી વગર કરવામાં આવશે તો અમે ચલાવશું નહિ. સરકાર દ્વારા અન્યાય કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. વધુમાં બાંભણીયાએ જણાવ્યું કે, તમામને જાણ કરીએ છીએ કે 2017 માં લેવાયેલી પરીક્ષામાં નોટિફિકેશન બહાર પડ્યું જેમાં મુદ્દો 25 ews મહિલા અનામતને લાભ મળે તેને હાલ વેબસાઈટ પરથી હટાવી દેવામાં આવ્યું. અન્યાય કરવાનું ષડયંત્ર ચાલ્યું આવી રહ્યું છે. બિન અનામત વર્ગના લોકો સાથે સીએમ જાણવા છતાં અન્યાય કરવા જઈ રહ્યા છે. અને જો તેમ ન હોય તો બેસીને વાતચીત કેમ નથી કરતા.
