સુરેન્દ્રનગર : ચાલકે કાબૂ ગુમાવતા કાર અથડાઇ, ત્રણનાં મોત, બાળકીનો ચમત્કારિક બચાવ

સુરેન્દ્રનગર : રાજકોટ અમદાવાદ હાઇ વે પર ચોટીલા પાસે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. જેમાં એક મહિલા અને બે પુરુષનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. આમાં એક બાળકીનો ચમત્કારી બચાવ થયો છે. જ્યારે અન્ય એક મહિલા ઇજાગ્રસ્ત છે. હાલ બંન્ને ઇજાગ્રસ્તોને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. મહત્વનું છે કે, આ કાર નાળા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ કારમાં જામનગરનાં પાંચ લોકો જઇ રહ્યાં હતાં. આ પરિવાર જામનગરથી પાલનપુર જતો હતો. તે દરમિયાન ચોટીલા બળદેવ હોટલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતને પગલે સ્થાનિકો એકઠા થયા હતાં. જે બાદ પોલીસ અને 108ની ટીમને પણ જાણ કરાતા તેઓ ઘટનાસ્થળે આવી ગયા હતાં. હાલ સ્થાનિક પોલીસ, આ લોકો કોણ છે તે અંગેની માહિતી એકઠી કરીને તેમના પરિવારને જાણ કરશે.

રિલેટેડ ન્યૂઝ