ગાંધીનગર શહેરના સેકટર ૨૪, ૨૮ અને આદિૃવાડા વિસ્તારમાં પાણીની પાઇપલાઇન લીકેજના થવાના કારણે દૃૂષિત પાણીથી બાળકો અને નાગરિકોમાં ટાઇફોઇડના કેસ સામે આવ્યા છે જે અંગે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદૃ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, જિલ્લા કલેકટર તેમજ મ્યુનિસિપલ કમિશ્ર્નર સાથે સતત સંપર્કમાં રહી, ચર્ચા કરી વર્તમાન પરિસ્થિતિ અંગે સંપૂર્ણ વિગતો મેળવી પ્રવર્તમાન પરિસ્થિતિ સામે યુદ્ધના ધોરણે કામગીરી કરવા સૂચના આપી છે.
અમિત શાહએ નાયબ મુખ્યમંત્રી, જિલ્લા કલેકટર અને મ્યુ. કમિશનર સાથે ચર્ચા કરી જરૂરી સુચનો કર્યા
શંકાસ્પદૃ ટાઈફોઈડના ૧૧૩ કેસો, સારવાર ગ્રસ્ત દૃર્દૃીઓમાંથી ૧૯ને ડિસ્ચાર્જ કરાયા
સેક્ટર ૨૪, ૨૬, ૨૮ અને આદૃીવાડામાં ૭૫ હેલ્થ ટીમો દ્વારા સર્વે
અમિત શાહે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ટાઇફોઇડથી અસરગ્રસ્ત બાળકો અને નાગરિકોને નિષ્ણાંત તબીબો દ્વારા ઝડપી અને સચોટ સારવાર મળી રહે તે માટેના આદૃેશ આપ્યા છે તેમજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલખાતે પીડિત દૃર્દૃીઓ અને સગાઓ માટે ભોજનની સુવિધા સુનિશ્ર્ચિત કરવા અંગે સૂચના આપી છે. શાહે લીકેજના તાત્કાલિક સમારકામ અને આ દૃુર્ભાગ્યપૂર્ણ સ્થિતિનો ફેલાવો વધુ ન થાય તે માટે આસપાસના વિસ્તારોમાં પણ પાઇપલાઇનની સઘન ચકાસણીના આદૃેશ આપ્યા છે.
ગાંધીનગર શહેરમાં શંકાસ્પદૃ ટાઈફોઈડના કેસો અંગે સઘન આરોગ્ય વ્યવસ્થા અને સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે.
જે વિસ્તારોમાંથી આ શંકાસ્પદૃ કેસો મળી આવ્યા છે તે સેક્ટર ૨૪, ૨૬ અને ૨૮ તથા આદૃીવાડામાં ૭૫ હેલ્થ ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યો છે
આ શંકાસ્પદૃ ટાઈફોડના ૧૧૩ કેસો હાલ સુધીમાં મળી આવ્યા છે અને સારવાર ગ્રસ્ત દૃર્દૃીઓમાંથી ૧૯ ને ડિસ્ચાર્જ કરી દૃેવાયા છે.
અન્ય ૯૪ દૃર્દૃીઓને ગાંધીનગર સિવિલ તેમજ સેક્ટર ૨૪ અને ૨૯ ના ેંૐઝ્રમાં સારવાર અપાઈ રહી છે અને આ દૃર્દૃીઓની હાલત સ્થિર છે. અસર ગ્રસ્ત વિસ્તારોમાં ૨૪૭ ઓપીડી શરૂ કરવામાં આવી છે . જે દૃર્દૃીઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાય છે તેમના
સગા સંબંધીઓ માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકાની સર્વેક્ષણ ટીમો દ્વારા અત્યાર સુધીમાં ૨૦,૮૦૦ થી વધુ ઘરોમાં સર્વે કરીને ૯૦ હજારથી વધુ વસ્તીને આવરી લીધી છે
રોગ અટકાયતના પગલાં તરીકે ૩૦૦૦૦ ક્લોરિન ટેબલેટ અને ૨૦,૬૦૦ ંર્ઇજી પેકેટ વિતરણ કરાયા છે.
સરવેક્ષણ ટીમો ઘરે-ઘરે સંપર્ક કરીને જાગૃતિ પત્રિકાઓ વિતરણ કરવા સાથે લોકોને પાણી ઉકાળીને જ પીવાની, બહારના ખોરાક ન ખાવાની તેમ જ હાથ સ્વચ્છ રાખવા સહિતની માહિતી પૂરી પાડે છે.
રોગચાળાના નિયંત્રણ માટે પાણીના સુપર ક્લોરીનેશનની કાર્યવાહી વેગવંતી બનાવવામાં આવી છે અને પાણીમાં ક્લોરીનેશનની માત્રા પણ તપાસવામાં આવે છે.
મહાનગર પાલિકા તંત્ર દ્વારા સોમવાર સુધીમાં ૨૪૭ પાણી સપ્લાયના સ્વિચઓવરની કામગીરી હાથ ધરાશે.
આના પરિણામે છેવાડાના ઘરો સુધી ક્લોરિનની યોગ્ય માત્રા વાળું પાણી પહોંચાડી શકાશે
રોગ અસરગ્રસ્ત વિસ્તારોમાં જે હ્વનાના મોટા લીકેજ મળી આવ્યા છે તેનું રીપેરીંગ પણ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.
મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં પાણીપુરી, રગડા પેટીસ, બરફ ગોળા, શિકંજી સોડા તથા દૃૂધની બનાવટના પીણાઓના વેચાણની પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે.