મૃતક છેલ્લા ઘણા સમયથી એકલવાયુ જીવન જીવતા હતાં
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના વાનાવડ ગામના રમેશભાઈ ઉર્ફે રમલો મંગાભાઈ વેગડા નામના 50 વર્ષના આધેડે ગઈકાલે જામજોધપુર ની રેલવે લાઇન પર ટ્રેન હેઠળ પડતું મૂકી દીધું હતું, અને ટ્રેન હેઠળ કપાઈ જતાં તેનું મૃત્યુ નીપજયું છે. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં જામજોધપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર આર જાડેજા બનાવ ના સ્થળે દોડી ગયા હતા, અને સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતકના પત્ની અને બાળકો છેલ્લા દસ વર્ષથી રિસાઈને અલગ રહેવા ચાલ્યા ગયા હતા, જેથી મૃતક એકલવાયું જીવન જીવતા હતા, અને આવા જીવનથી કંટાળી જઈ આ પગલું ભરી લીધાનું જાહેર કરાયું છે.