Jai Hind

ધોકડવા સણોસરી શાહી નદી પર 140 કરોડના ખર્ચે પુલનું નિર્માણ થશે

ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ જીલ્લા પંચાયતના કારોબારી સમિતી ચેરમેન ડાયાભાઈએ કર્યું ખાતમુહૂર્ત

ધોકડવા નજીક વડવિયાળા જીલ્લા પંચાયત સીટ હેઠળ આવતા અંબાડા ગામે રૂ. 140 લાખના ખર્ચે બનનાર પુલનું ખાતમુહૂર્તતેમજ ધોકડવા જીલ્લા પંચાયત સીટ હેઠળ આવતા સણોસરી-ધોકડવા શાહી નદીમાં આ બંને પુલનું ઉના ગીરગઢડા ના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક ખાતમુહૂર્ત કરાયું હતું આ ઉપરાંત અંબાડા ગામે નવિ કરણ થયેલા સ્મશાન નો નવો શેડ અને નવી બેંચો (બેઠકો) નું લોકાર્પણ નવનિર્માણ થયેલ આંબેડકર ભવન નું લોકાર્પણ એક સાથે કરાયું હતું કરોડો રૂપિયા ના વિકાસ કામો ના લોકાર્પણ સાથે ખાતમુહૂર્ત ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ના હસ્તે ખુલ્લા મુકાયા હતા આ તકે જીલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ડાયાભાઈ જાલોંધરા, તાલુકાપંચાયત ના પ્રમુખના પ્રતિનિધિ પ્રવિણભાઈ સાંખટ, જીલ્લા પંચાયતના સદસ્યના પ્રતિનિધિ દકુભાઈ દોમેડીયા, ડાયાભાઈ ગુંદરાસિયા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પ્રતિનિધિ ભીખાભાઈ કિડેચા, ધોકડવા ગામના સરપંચ કાંતિભાઈ માળવી, અંબાડા ગામના સરપંચ એલ. બી. કાતરીયા, મનુભાઈ કાતરીયા, ચંદુભાઈ કાતરીયા, મનીષભાઈ જાલોંધરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 140 કરોડ ના ખર્ચે શાહી નદી પર સણોસરી ગામ ને જોડતો પુલ નું નિર્માણ થવા ના કારણે ચોમાસામાં લોકો ને પડતી મૂશ્કેલી નો કારમી ઉકેલ આવતા લોકો મા ખુશી વયાપી ગયેલ છે ધોકડવા અને વડવિયાળા બન્ને જીલ્લા પંચાયત સીટ નું સંકલન સાથે બન્ને ગામ વચ્ચે આવતા અનેક ગામો ને આ પ્રજાલક્ષી વિકાસ કામો થી મોટા ફાયદો થવાનો છે