ત્રિકોણબાગ, આત્મીય કોલેજ નજીક ફ્રૂટ બ્રિજનું આયોજન
રાજકોટ મહાપાલિકા દ્વારા ચાલુ નાણાંકીય વર્ષમાં પીપીપીના ધોરણે ડેવલપમેન્ટની અમુક યોજનાઓ સામેલ કરવામાં આવી છે. પરંતુ ટ્રાફિક સમસ્યા માટે કોઇ નવું આયોજન નથી. તો અમુક જગ્યાએ ફૂટ બ્રીજ જેવા આયોજન ફેરવવા પાછળ પણ સારા સમાચાર હોવાના સંકેત સ્ટે.ચેરમેને આપ્યા હતા. રાજકોટમાં મેટ્રો ટ્રેન દોડાવવાનો સર્વે ભારત સરકાર અને રાજય સરકાર અગાઉ કરી ચૂકી છે. આ વાત ભલે લાંબા ગાળાની હોય પરંતુ કોર્પો.એ તેના આયોજન ફેરવીને જગ્યા કરી છે. જયમીન ઠાકરે કહ્યું હતું કે ત્રિકોણ બાગ અને આત્મીય કોલેજ બાજુમાં ફુટ બ્રીજ, મલ્ટીલેવલ પાર્કિંગના આયોજન ફેરવાયા છે કારણ કે અહીં મેટ્રો ટે્રનના રૂટ માટે નોંધ કરવામાં આવી છે. ગ્રીનલેન્ડ ચોકડીનો પ્રવેશદ્વાર આ જ કારણે કુવાડવા રોડ પર મેંગો માર્કેટ તરફ લઇ જવાનો ફેરફાર કરવામાં આવ્યો છે. આ રીતે રાજકોટમાં મેટ્રો ટ્રેનના આયોજન સંભવિત બની રહ્યા છે. સ્કાય વોક અને પાર્કિંગ પોઇન્ટ બદલવામાં આવી રહ્યા છે.