Jai Hind

AI ભલે ગમે તેટલું ઝડપી હોય પણ માણસના મગજથી બહેતર નથી: નારાયણ મૂર્તિ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)થી ભલે કામમાં ઝડપ આવે પણ માણસના મગજથી બહેતર કશું નથી. આ વાત ડીયુ (દિલ્હી યુનિવર્સિટી)માં આયોજિત ‘લીડર્સ ટોક’માં ઇન્ફોસીસના સંસ્થાપક એન.આર. નારાયણમૂર્તિએ કહી હતી.
યુવા પેઢીને શીખ આપતા તેમણે કહ્યું હતું કે તેઓ થિંક વીથ એઆઇ, બિલ્ડ વીથ એઆઇ, એઆઇને સહયોગી બનાવો. પ્રસિધ્ધ વૈજ્ઞાનિક, ગણિત અને કોમ્પ્યુટર પ્રોગ્રામર સ્ટીફન વુલફ્રામનો હવાલો આપતા નારાયણ મૂર્તિએ જણાવ્યું હતું કે એઆઇ એક સહયોગી ટુલ (સાધન) હોઇ શકે છે. તે ઉચ્ચ સ્તરીય કામ કરી શકે છે, જેમ કે રિમોટ સર્જરી, સાચુ માપ-તોલની સાથે સાથે ઉત્પાદન તૈયાર કરવું, કોડ જનરેટ કરવા અને સોફટવેર બનાવવા પણ તેના માટે એઆઇને વારંવાર ટ્રેઇન્ડ કરવો પડશે, આ કારણે માનવ મસ્તિષ્ક હંમેશા બોસની ભૂમિકામાં રહેશે તે તેને બહેતર કરવા માટે નવા પ્રયોગ કરતો રહેશે. તેમણે જણાવ્યું હતું કે એવું નથી કે એઆઇ આવવાથી મનુષ્યની રચનાત્મકતા રોકાઇ જશે.