Jai Hind

વિદૃેશ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી ઈરાન યુદ્ધ વચ્ચે ૫૨૦૦૦ ભારતીયોની વતન વાપસી

વિદૃેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, વિદૃેશમાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષા અને સુખાકારી તેમની સર્વોચ્ચ અગ્રતા

પશ્ર્ચિમ એશિયામાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા ભયાનક તણાવને પગલે ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. વિદૃેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, વિદૃેશમાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષા અને સુખાકારી તેમની સર્વોચ્ચ અગ્રતા છે.
વિદૃેશ મંત્રાલયે મોડી રાત્રે જારી કરેલા નિવેદૃનમાં જણાવ્યું છે કે, મિડલ ઈસ્ટના તણાવગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ માર્ગો આંશિક રીતે ખૂલ્યા બાદૃ અત્યાર સુધીમાં ૫૨,૦૦૦ થી વધુ ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે સ્વદૃેશ પરત ફર્યા છે.
યુદ્ધની સ્થિતિને કારણે એરસ્પેસ બંધ થવા અને સુરક્ષાના કારણોસર હવાઈ કામગીરીને મોટી અસર થઈ છે. માત્ર શનિવારે જ દિૃલ્હી અને મુંબઈ એરપોર્ટ પરથી આશરે ૧૦૦ આંતરરાષ્ટ્રીય લાઈટ્સ રદૃ કરવામાં આવી છે. ૩૫ લાઈટ્સ રદૃ થઈ છે, જ્યારે ૩૬ લાઈટ્સનું આગમન રદૃ કરવામાં આવ્યું છે.
૨૨ લાઈટ્સ રદૃ થઈ છે અને ૧૭ લાઈટ્સનું આગમન રદૃ કરાયું છે. દિૃલ્હી એરપોર્ટ ઓપરેટર (ડ્ઢૈંછન્) એ ’ઠ’ પર પોસ્ટ કરીને માહિતી આપી છે કે, પશ્ર્ચિમ તરફ જતી આંતરરાષ્ટ્રીય લાઈટ્સમાં વિલંબ થઈ શકે છે અથવા તેમના સમયપત્રકમાં ફેરફાર થઈ શકે છે.
વિદૃેશ મંત્રાલયે વિસ્તારના તમામ ભારતીય નાગરિકોને કેટલીક અપીલ કરી છે કે, સ્થાનિક સત્તાવાળાઓની માર્ગદૃર્શિકાનું કડક પાલન કરો. ભારતીય મિશનો (એમ્બેસી) દ્વારા જારી કરવામાં આવેલી સલાહ (છઙ્ઘૈર્જિઅ) ને અનુસરો.
કોઈપણ સહાય માટે ભારતીય મિશનો દ્વારા સ્થાપિત ૨૪-કલાક ચાલુ હેલ્પલાઈન નો સંપર્ક કરો. ભારત સરકાર સહાયની જરૂરિયાતવાળા તમામ લોકોને સુવિધા પૂરી પાડવા માટે આખા ક્ષેત્રની સરકારો સાથે મળીને કામ કરી રહી છે.
૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલો સંઘર્ષ હવે વધુ વકરી રહૃાો છે. અમેરિકા અને ઇઝરાયલ સતત ઈરાની ઠેકાણાઓ પર બોમ્બમારો કરી રહૃાા છે, જ્યારે ઈરાને પણ વળતો હુમલો કરીને ઇઝરાયલી અને અમેરિકી લશ્કરી મથકોને નિશાન બનાવ્યા છે. સુરક્ષાની સ્થિતિ અત્યંત અનિશ્ર્ચિત બનેલી છે.