Jai Hind

મનકામના મંદિૃરના દૃર્શન કરી શ્રધ્ધાળુઓ પાછા ફરતા હતા નેપાળમાં ભારતીય યાત્રાળુઓની બસ ખીણમાં ખાબકતા ૭ના મોત

૯ યાત્રાળુઓ ઘાયલ:બસના ડ્રાઇવરનો બચાવ

નેપાળમાં ભારતીય યાત્રાળુઓને લઈ જતી બસ પહાડી રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં ખાબકી હતી. જેમાં સાત ભારતીય મુસાફરોના મોત થયા અને નવ લોકો ઘાયલ થયા છે. બધા યાત્રાળુઓ મનકામના મંદિૃરમાંથી દૃર્શન કરીને પરત ફરી રહૃાા હતા. ત્યારે આ અકસ્માત થયો હતો. મનકામના મંદિૃર નેપાળમાં એક લોકપ્રિય હિન્દૃુ તીર્થસ્થળ છે. અહીં દૃેવી તેની મુલાકાત લીધા પછી ભક્તોની ઇચ્છાઓ પૂર્ણ થાય છે.
પોલીસના જણાવ્યા અનુસાર, કાઠમંડુથી લગભગ ૧૨૦ કિલોમીટર પશ્ર્ચિમમાં શાહિદૃ લખન ગામ પાસે બસ અકસ્માત થયો હતો. આ રસ્તો હાઇવેથી મંદિૃર તરફ જતા પર્વતીય રસ્તા પર છે. બસ રસ્તા પરથી લપસીને ખીણમાં ખાબકી હતી. અકસ્માતના સમાચાર મળતાં જ સ્થાનિક પોલીસ અને ગ્રામજનો ઘટનાસ્થળે દૃોડી ગયા હતા. તેમણે બસના કાટમાળમાંથી ઘાયલોને બહાર કાઢ્યા અને એમ્બ્યુલન્સની મદૃદૃથી તેમને નજીકની હોસ્પિટલોમાં ખસેડ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં માર્યા ગયેલા તમામ સાત લોકો ભારતીય યાત્રાળુઓ હતા. ઘાયલોમાં સાત ભારતીય મુસાફરોનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય બે બસ ડ્રાઇવર અને તેનો સહાયક છે. જે બંને નેપાળના રહેવાસી છે. પોલીસે જણાવ્યું હતું કે મૃતકોના મૃતદૃેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને ત્યારબાદૃ તેમના મૃતદૃેહો તેમના પરિવારોને સોંપવામાં આવશે.
ગોરખા જિલ્લા પોલીસ વડા ભરત બહાદૃૂર બીકેનાએ જણાવ્યું હતું કે બ્ો મહિલા અન્ો પાંચ પુરૂષ મૃતકોની ઓળખ મુથુકુમાર (ઉ.વ.૫૮) અના માલિક (૫૮) મિનાક્ષી દૃેવી (૫૮), શિવગામી (૫૩), વિજયલ (૫૭), મીના દૃેવી (૫૮) અન્ો તમિલરસી (૬૦) તરીકે થઈ છે. ઇલેક્ટ્રિક બસનો ડ્રાઇવર સુરક્ષિત બચી ગયો છે જ્યારે ત્ોનો આસિસ્ટન્ટ ઘાયલ થયો છે.