Jai Hind

૧૧૦૦થી વધુ ઇ-મેલ કરી દૃેશભરમાં બોંબની ધમકી આપનાર શખ્સ ઝડપાયો

દિૃલ્હી પોલીસે કર્ણાટકના મૈસુરથી ૪૭ વર્ષીય શખ્સ પકડાયો:સૌથી વધુ કોર્ટો-સ્કૂલોન્ો મેલ મોકલ્યા હતા

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ઈમેલ દ્વારા ધમકી મળ્યાના બનાવી ખુબ જ બની રહૃાા હતા. ગુજરાત હાઈકોર્ટ સહિત અનેક સંસ્થાઓની સાથે જ દૃેશભરની અનેક સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દૃેવાની ધમકી આપનાર આખરે ઝડપાયો છે. દિૃલ્લી પોલીસે કર્ણાટકના મૈસુરથી ૪૭ વર્ષીય શખ્સને પકડી પાડ્યો છે. આરોપીએ અનેક સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દૃેવાની ધમકીનો ઈમેલ મોકલ્યો હતો. ભેજાબાજ શખ્સે કુલ ૧૧૦૦થી વધુ શાળાઓને ધમકી મોકલી હતી. મળતી માહિતી મુજબ શખ્સ મૂળ બેંગલોરનો રહેવાસી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. આરોપી માનસિક રીતે અસ્થિર હોવાની પોલીસને આશંકા છે. પોલીસે આરોપી પાસેથી એક લેપટોપ અને સીમકાર્ડ જપ્ત કર્યા છે. જે બાદૃ આરોપીના રિમાન્ડ લઈને વધુ કાર્યવાહી કાર્યવાહી હાથ ધરાવામાં આવી છે.
મળતી માહિતી મુજબ દિૃલ્લી સહિત અનેક રાજ્યોમં શાળાઓ, હાઈકોર્ટ, સરકારી કચેરીઓને ધમકીભર્યો મેઈલ કરી આતંક મચાવનાર ભેજાબાજ આરોપીનું નામ શ્રીનિવાસ લુઈસ છે. દિૃલ્લી અને કર્ણાટક પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ભેજાબાજને ઝડપી પાડ્યો છે. અનુસ્નાતકની ડિગ્રી મેળવેલા બેરોજગાર આરોપીએ અનેકવાર ધમકી ભરેલા ઈમેઈલ કરીને તંત્રને દૃોડતું કર્યું છે. આ આરોપીએ હાઈકોર્ટના એક જજને પણ ધમકીભર્યો ઈમેઈલ કર્યો હતો. સમગ્ર મામલે પૂછપરછ કરાતા આરોપીએ પોતે કરેલા ગુનાઓની કબૂલાત કરી છે. ત્યારે હાલ આરોપીના રિમાન્ડ મેળવી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે બેંગલુરુનો રહેવાસી આરોપી શ્રીનિવાસ અનુસ્નાતક ડિગ્રી ધરાવે છે. તે હાલમાં બેરોજગાર છે અને તેની માતા, એક નિવૃત્ત સરકારી કર્મચારી સાથે રહે છે. ઘર સંપૂર્ણપણે તેની માતાના પેન્શન પર ચાલે છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછ સૂચવે છે કે તે માનસિક તણાવથી પીડાતો હોઈ શકે છે, જેના કારણે તે આ કૃત્યો કરવા માટે પ્રેરિત થયો હતો.