ભાવનગર ના જાણીતા તાલીમકાર અરવિંદભાઈ ત્રિવેદી આજે 1750 તાલીમ કાર્યક્રમો આપવાનું સિમા ચિન્હ પૂર્ણ કરે છે. તેઓ છેલ્લા વીશ વર્ષ થી ગુજરાત ના વિવિધ 30 થી વધુ ઉધોગોના કર્મચારીઓ અનેસંચાલકોને : ઉત્પાદન વધારવા, ખર્ચ ઘટાડવા, ગુણવત્તા સુધારવા, કાર્યક્ષમતા વધારવા અને આંતરરાષ્ટ્રીય ધારાધોરણો પ્રમાણે ઉધોગો નું સંચાલન કરવા જેવા વિવિધ વિષયોની તાલીમ આપી રહ્યા છે.બે વર્ષ પહેલાં તેમને મધુપ્રમેહ ના કારણે એક પગ ગુમાવવો પડ્યો છે, છતાં હાર્યા વગર વોકર લઈને પણ ઉધોગો ઉપરાંત કેટલીએ શૈક્ષણિક સંસ્થાઓ અને સ્વયંસેવી સંસ્થાઓ માં પણ શિક્ષક તાલીમ, વાલી માર્ગદર્શન ના કાર્યક્રમો આપી રહ્યા છે. તેમના શરીર પર સાતેક જેટલી સર્જરી થયેલી છે.આવી પડકારજનક સ્થિતિ માં પણ ભાવનગરના આ તાલીમકાર ,બરોડા, સુરત, કચ્છ, રાજકોટ, અમદાવાદ, સુરેન્દ્રનગર જેવા શહેરોમાં આવેલા ઉધોગોમાં તાલીમ કાર્યક્રમો યોજી રહ્યા છે.તેમના લેખો, કાવ્યો પણ અનેક સામાયિકોમાં પ્રગટ થઈ રહ્યા છે.કોરોના કાળ દરમિયાન તેમણે પ્રેરણા અને ઉત્સાહ આપતી વિડિયો ક્લિપ 25000 લોકો સુધી પહોચાડી હતી.આજે 1750 તાલીમ નો લક્ષ્યાંક પૂરો કરતો કાર્યક્રમ સિહોરની હાઈ-ટેક ઈન્ડસ્ટ્રીમાં માં ગોઠવાયો છે.