આઈ. પી. એન્ડ ઇનોવેશન લેબ ગીર સોમનાથ દ્વારા યોજાયા કાર્યક્રમો
ગુજકોસ્ટ, ગાંધીનગર પ્રેરિત શ્રી ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે કાર્યરત ’આઈપી એન્ડ ઈનોવેશન લેબ’ દ્વારા શ્રી સ્વામિનારાયણ અધ્યાપન મંદિર પ્રભાસ પાટણ ખાતે‘વર્લ્ડ આઈ.પી. ડે’ (વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ) ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ઈનોવેશન અને બૌદ્ધિક સંપદા અધિકારો પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. એક્સપર્ટ ટોક: કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે પી. એચ. મલ્લી ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પોતાના વક્તવ્ય દ્વારા વિદ્યાર્થીઓને બૌદ્ધિક સંપદાનું મહત્વ અને વર્તમાન સમયમાં તેની અનિવાર્યતા વિશે ઊંડાણપૂર્વક સમજ પૂરી પાડી હતી. વિડિયો ફિલ્મ અને માર્ગદર્શન: વિદ્યાર્થીઓને આજના દિવસના વિશેષ મહત્વથી માહિતગાર કરવા માટે એક શોર્ટ વિડિયો ફિલ્મ દર્શાવવામાં આવી હતી. ત્યારબાદ કેન્દ્રના સાયન્સ કોમ્યુનિકેટર ધર્મેશભાઈ મકાણી દ્વારા પીપીટી પ્રેઝન્ટેશનના માધ્યમથી આઈ.પી.આર સેશન અંતર્ગત વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.ક્વિઝ કોમ્પિટિશન: વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય તે હેતુથી આઈપી એન્ડ ઈનોવેશન લેબના આઈ.પી ઓફિસર પ્રશાંતભાઈ બારડ દ્વારા એક રસપ્રદ ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તેમજ દરેક સ્પર્ધામાં એક થી ત્રણ નંબરને પ્રોત્સાહક ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા. સંચાલન: આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન લોક વિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડિનેટર નરેશભાઈ ગુંદરણીયા દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને નવા સંશોધનો ને કેવી રીતે સુરક્ષિત કરી શકાય અને દેશના વિકાસમાં બૌદ્ધિક સંપદાનો શું ફાળો છે તે અંગે અમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.