બ્લાઈન્ડ ફાઉન્ડેશન ફોર ઈન્ડિયા, યુ.એસ.એ દ્વારા અત્યાર સુધીમાં લગભગ ત્રણ લાખ મોતિયાના ઓપરેશન નિ:શુલ્ક રીતે કરવામાં આવ્યા છે તેમજ ત્રીસ લાખથી વધુ લોકોની નિ:શુલ્ક નેત્ર ચકાસણી કરવામાં આવી છે. ઉપરાંત સંસ્થાએ 151 મોબાઈલ મેડિકલ વાન સમાજસેવા માટે અર્પણ કરી છે, જેમાંથી 90 મોબાઈલ મેડિકલ વાન રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના વિવિધ કેન્દ્રોને પ્રાપ્ત થઈ છે.
આ સંસ્થાના સંસ્થાપક અને પ્રમુખ ડો. મનુભાઈ વોરા ને તાજેતરમાં 2026 બાલ્ડ્રિજ ફાઉન્ડેશન એવોર્ડ ફોર લીડરશીપ એક્સેલેન્સ ઇન નોન-પ્રોફિટ થી સન્માનિત કરવામાં આવ્યા છે, જે અત્યંત ગૌરવની બાબત છે. તેમણે સ્વામી વિવેકાનંદજીના સંદેશ માનવસેવા એ જ પ્રભુસેવાને પોતાના જીવનમાં સાચા અર્થમાં આચરણમાં મૂક્યો છે.
તેઓના જીવન અને કાર્યથી પ્રેરણા લઈને વધુ ને વધુ લોકો નેત્રયજ્ઞ જેવા માનવસેવાના કાર્યોમાં જોડાશે, એવી આશાસ્પદ અપેક્ષા વ્યક્ત કરવામાં આવે છે.