ગૌચરની જગ્યામાં 300 વારમાં બનાવેલ બંગલો તોડી પડાયો
ઉપલેટા તાલુકાના પડવલા ગામે રહેતા અનેક ગુનાનો આરોપીનું ગેરકાયદેસર બાંધકામ ઉપર સરકારી તંત્રનું બુલડોઝ ફરી વળ્યું હતું અને 300 ચોરસ વાર માં ગેરકાયદેસર અંદાજિત 1 કરોડની મિલકત ખુલી કરવામાં આવેલ છે આ અંગેની વિગતે આ પ્રકારની છે કે તાલુકાના પડવલા ગામે રહેતા અલી મામદ ભાઈ તૈયબ ભાઈ શેઠ એ 300 વારમાં ગૌચરની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ કરી બંગલો બનાવેલ હતો આરોપી સામે ભાણવડ તથા જામજોધપુર તથા ભાયાવદર તથા લાલપુર પોલીસ સ્ટેશનમાં અને ગુનાઓ દાખલ થયેલ છે આ કામગીરી ઉપલેટા મામલતદાર નિખિલ મહેતા તથા તેમના સ્ટાફ તેમજ ધોરાજી તથા ઉપલેટા તથા ભાયાવદર પોલીસ પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ સાથે રહ્યો હતો.