Jai Hind

જામનગરની જીજી હોસ્પિટલને બે અલગ-અલગ સર્ટીફિકેટ એનાયત

લક્ષ્ય પ્રોગ્રામ હેઠળ નેશનલ તથા પીડિયાટ્રીક વિભાગને MusQan સર્ટીફિકેટ અપાયું

જામનગર ની ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ ખાતે તા. 09/01/2026 અને 10/01/2026 ના રોજ ગાયનેક વિભાગના લેબરરૂમ તથા મેટરનિટી ઓપરેશન થિયેટરનું કફચતવુફ નેશનલ લેવલ એસેસમેન્ટ આવેલ હતું તથા પીડીયાટ્રીક વિભાગના એસ.એન.સી.યુ., ઓ.પી.ડી., વોર્ડ તથા એન.આર.સી.નું ખીતચફક્ષ નેશનલ લેવલ એસેસમેન્ટ આવેલ હતું. આ અસેસમેન્ટ માટે બે નેશનલ લેવલના અસેસર આવેલ હતા. તેઓને હોસ્પિટલનું બ્રીફિંગ ઓપનીંગ મીટીંગમાં કરવામાં આવેલ હતું. ત્યારબાદ અસેસરો દ્વારા ગાયનેક વિભાગના લેબર રૂમ તથા મેટરનીટી ઓપરેશન થિયેટરનો અને પીડીયાટ્રીક વિભાગના એસ.એન.સી.યુ., ઓ.પી.ડી., વોર્ડ તથા એન.આર.સી. અને ગાયનેક વિભાગના લેબરરૂમ, મેટરનીટી ઓપરેશન થીએટર તથા વોર્ડનો ક્વોલીટી રીલેટેડ રાઉન્ડ લેવામાં આવેલ હતો. જેમાં અસેસર દ્વારા તમામ રેકોર્ડ, રજીસ્ટર, ઈંઊઈ મટીરિઅલ, ઉપલબ્ધ સુવિધાની ચકાસણી કરવામાં આવી હતી. અધિકારી/ કર્મચારીને વિવિધ પ્રશ્નો તથા પ્રેક્ટીકલ ડેમો કરાવવામાં આવેલ હતા. ઉપરાંત દર્દી અને દર્દીના સગા સાથે વાતચીત કરી આપવામાં આવતી સારવારનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ વિઝીટ બાદ તેઓ દ્વારા કફચતવુફ તથા ખીતચફક્ષનો રીપોર્ટ ગઇંજછઈ, દિલ્હી ખાતે જમા કરવામાં આવેલ ત્યારબાદ ગઇંજછઈ, દિલ્હી દ્વારા સતત ત્રીજી વખત જી.જી. હોસ્પિટલને નેશનલ કક્ષાનું કફચતવુફ તથા પ્રથમ વખત ખીતચફક્ષ સર્ટીફીકેટ આપવામાં આવ્યું છે. આ અગાઉ પણ જી.જી.હોસ્પિટલના ગાયનેક વિભાગના લેબર રૂમ અને મેટરનીટી ઓપરેશન થીયેટરને બે વખત કફચતવુફ સર્ટીફીકેટ મળ્યું હતું. હાલ સતત ત્રીજી વખત જી.જી. સરકારી હોસ્પિટલના ગાયનેક વિભાગને કફચતવુફ સર્ટીફીકેટની સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. તથા પીડીયાટ્રીક વિભાગને પ્રથમ વખત ખીતચફક્ષ સર્ટીફીકેટની સિદ્ધિ પ્રાપ્ત થઇ છે. આ તકે જી.જી. હોસ્પિટલ ખાતે જામનગર મ્યુનિસિપલ કમિશનર ડી. એન. મોદી. ના હસ્તે જી.જી. સરકારી હોસ્પિટલના વિવિધ ક્વોલીટી સર્ટીફાઈડ વિભાગોના અધિકારી / કર્મચારીઓને બિરદાવામાં આવ્યા હતા. જેમાં કફચતવુફ, ખીતચફક્ષ, ગઅઇક અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ લેબ ડાયરેક્ટર, ગાયનેક, પીડીયાટ્રીક, પેથોલોજી, બાયોકેમિસ્ટ્રી, માઈક્રોબાયોલોજી વિભાગના વડા તથા વિભાગોને, એ.એચ.એ., નર્સિંગ અધીક્ષક, ઇન્ફેકશન કંટ્રોલ નર્સ તથા કર્મચારીઓને અવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ સન્માન સમારોહ તબીબી અધિક્ષક ડો. વિજય પોપટ અને અધિક તબીબી અધિક્ષક ડો. કૃણાલ મહેતા ના માર્ગદર્શન હેઠળ અને ડીન ડો. નંદિની દેસાઈ અને અન્ય વિભાગનાં વડા ની હાજરીમાં યોજવામાં આવ્યો હતો.