Jai Hind

જામનગર કલેકટર અને અધિક કલેકટરે કરી સ્વપ્રક્રિયા; આ રીતે ઓનલાઈન થઈ શકે છે સ્વ વસતિ ગણતરીની સંપૂર્ણ પ્રક્રિયા

કલેકટર પી.બી. પંડયાએ ઓનલાઈન પ્રક્રિયા સરળ રીતે સમજાવી

વસ્તી ગણતરી -2027 ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ રાષ્ટ્ર નિર્માણની મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. ગુજરાત રાજ્યમાં જનગણના – 2027 અંતર્ગત સ્વ-ગણતરી પ્રક્રિયાની શરૂઆત થઈ છે. આગામી તા. 31 મે સુધી નાગરિકો ઓનલાઇન પોર્ટલ પર પોતાની જાતે સ્વ-ગણતરી કરી શકશે. જે અંતર્ગત જામનગર જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યા અને નિવાસી અધિક કલેક્ટર એસ.એમ.કાથડે વસ્તી ગણતરી અંતર્ગત સ્વ ગણતરી કરી હતી. કલેક્ટર એ જામનગર જિલ્લાના નાગરિકોને પણ રાષ્ટ્રહીતમાં સ્વ-ગણતરી પ્રક્રિયામાં જોડાવા માટે અપીલ કરી છે. વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત માહિતીનો ઉપયોગ વિવિધ જનહિતલક્ષી યોજનાઓના આયોજન, અમલીકરણ અને વિકાસકાર્યોને વધુ અસરકારક બનાવવા માટે કરવામાં આવે છે. નાગરિકો તય. ભયક્ષતીત. લજ્ઞદ.શક્ષ પોર્ટલ પર જઈ સરળતાથી સ્વ-ગણતરી કરી શકશે. ભારત સરકાર દ્વારા આગામી સમયમાં વસ્તીગણતરી 2027 હાથ ધરવામાં આવનાર છે. તેના પ્રથમ તબકામાં ગુજરાતમાં તા.1 થી 30 જૂન 2026 દરમિયાન ઘર યાદી અને મકાનોની ગણતરી હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયા સરળ બને તે હેતુથી સરકારે તા.17 થી તા.31 મે સુધી સેલ્ફ એન્યુમેરેશનની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. જેના થકી નાગરિકો વસ્તી ગણતરીના અધિકારી ઘરે આવે તે પહેલા જ પોતાની અને પરિવારની વિગતોની ઓનલાઇન નોંધણી તય.ભયક્ષ તીત. લજ્ઞદ.શક્ષ પોર્ટલ મારફતે કરાવી શકશે. સેલ્ફ-એન્યુમેરેશનની પ્રક્રિયા જેમાં પ્રાથમિક રજિસ્ટ્રેશન થશે, જેમાં નાગરિકોએ વસ્તીગણતરીના સત્તાવાર પોર્ટલ પર જઈને પોતાનું રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ અને કેપ્ચા કોડ દાખલ કરીને લોગઇન કરવાનું રહેશે. ત્યારબાદ પરિવારના વડાનું નામ અને 10 આંકડાનો મોબાઈલ નંબર આપીને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એક પરિવાર માટે માત્ર એક જ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી શકાશે. પરિવારના વડાનું નામ પાછળથી બદલી શકાશે નહીં. બાદમાં વેરિફિકેશન અને લોકેશનની ઓળખ કરાશે, જેમાં ભાષાની પસંદગી અને ઓટીપી વેરિફિકેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ લોકેશનની વિગતો આપવાની રહેશે, જેમાં જિલ્લો, ગામ કે શહેર અને પિનકોડની માહિતી દાખલ કરવાની રહેશે. પછીથી મેપ પર લાલ માર્કર થકી ઘરનું ચોક્કસ લોકેશન સેટ કરવાનું રહેશે. બાદમાં ડેટા એન્ટ્રી અને ફાઈનલ સબમિશન કરવાનું રહેશે,