વડાપ્રધાનની અવીરત સેવા : રાજુ ધ્રુવ દેશને નવી ઉંચાઇએ વડાપ્રધાને પહોંચાડયો

કરોડો લોકોને હૃદય સિંહાસન ઉપર બિરાજતા અને વિશ્ર્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે પ્રસ્થાપિત થયેલા ગુજરાતના સપૂત એવા નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન તરીકે આજે શાસનના 12વર્ષ પુરા કરી રહ્યા છે ત્યારે તેમને કોટી કોટી અભિનંદન આપતા પ્રદેશ ભાજપની કારોબારીના સભ્ય રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે,2014 માં 26 મેના રોજ નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા ત્યારે દેશમાં વિકાસ યુગનો સૂર્યોદય થયો હતો. બાર વર્ષના આ સમયગાળામાં ભારત દેશે જે સિદ્ધિઓ હાંસલ કરી છે તેના સંપૂર્ણ યશના અધિકારી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી છે. રાજુભાઈ ધ્રુવ એ કહ્યું છે કે ભારતના ઇતિહાસમાં સૌથી વધુ સમય વડાપ્રધાન પદે સેવા આપવામાં નરેન્દ્રભાઈ મોદી ત્રીજા ક્રમે છે પરંતુ અથાગ મહેનત, કુનેહ અને સૌને સાથે રાખીને ચાલવાની નીતિને કારણે તેઓ દેશવાસીઓના હૃદયમાં પ્રથમ ક્રમે પ્રસ્થાપિત થયેલા છે. તેમણે ઉમેર્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ સાતમી ઓક્ટોબર 2001માં શપથ લીધા હતા અને ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ ગયા પછી તેમણે 26મી મે 2014 ના રોજ આઝાદ ભારતમાં જન્મેલા દેશના સૌ પ્રથમ વડાપ્રધાન તરીકે પદગ્રહણ કર્યું હતું. ગુજરાતના શાસન દરમિયાન તેમણે અપનાવેલી સબકા સાથ સબકા વિકાસની નીતિને તેમણે વડાપ્રધાન બન્યા પછી પણ ચાલુ રાખી અને દેશનો સર્વાંગી વિકાસ કર્યો એટલું જ નહીં પરંતુ વિકાસના માર્ગે દેશને લઈ જઈ વિશ્ર્વ ગુરુ તરીકે નામના પણ મેળવી છે. રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું કે, આજથી બરાબર બાર વર્ષ પહેલા સ્પષ્ટ જનાદેશ દ્વારા નરેન્દ્રભાઈ મોદીએ દેશના વડાપ્રધાન તરીકેની બાગડોર હાથમાં લીધી અને ગુજરાતના સફળ તેમજ સાંગોપાંગ સફળ વિકાસ મોડલને રાષ્ટ્રીય ફલક પર લાગુ કરીને સર્વસમાવેશી વિકાસ પર ભાર મૂક્યો. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન ભારત), ખેલો ઇન્ડિયા, સ્વચ્છ ભારત અભિયાન અને નલ સે જલ જેવી રાષ્ટ્રીય સ્તરની પ્રમુખ યોજનાઓએ મૂળભૂત રીતે ગુજરાતમાં સફળતાપૂર્વક લાગુ થયેલી અગ્રણી યોજનાઓમાંથી પ્રેરણા લીધી છે, જે તેમના સુશાસન મોડલની વ્યાપકતા અને સફળતા દર્શાવે છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે, દેશની શાન સમાન વંદે ભારત ટ્રેનો અને એઈમ્સ રાજકોટ જેવી પ્રમુખ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓમાં પણ ગુજરાતની વિકાસ સંબંધિત પ્રાથમિકતાઓ અને વડાપ્રધાનના વ્યૂહાત્મક આયોજનની સ્પષ્ટ છાપ જોવા મળે છે. તેમના કુશળ નેતૃત્વ દ્વારા મોદીજીએ એ સુનિશ્ર્વિત કર્યું કે ગુજરાત ન માત્ર પ્રાસંગિક બનેલું રહે પરંતુ ભારતની વ્યાપક વિકાસગાથાનું મુખ્ય કેન્દ્રબિંદુ પણ બનેલું રહે.

રિલેટેડ ન્યૂઝ