ગુજરાત સરકારે નર્મદાનું પાણી શરૂ કર્યું, નગરજનોને મોટી રાહત
કુતિયાણા નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ઉભી થાય તે પહેલાં જ ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા નર્મદાનું પાણી શરૂ કરવામાં આવ્યું છે.
ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ આગામી ઉનાળામાં પાણીની સંભવિત તંગીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક નર્મદાનું પાણી આપવાની રજૂઆત કરી હતી. સરકારે પ્રજાના હિતમાં ત્વરિત નિર્ણય લઈ નર્મદાનું પાણી શરૂ કરતા સમગ્ર કુતિયાણા વિસ્તારના નાગરિકોને મોટી રાહત મળી છે.
જનહિતના આ નિર્ણય બદલ ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા દ્વારા ગુજરાત સરકારશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. સમયસર લેવાયેલા આ પગલાંથી કુતિયાણાના હજારો પરિવારોને પીવાના પાણીની ચિંતામાંથી મુક્તિ મળશે.