Jai Hind

GENXAI એનાલિટિક્સ લિમિટેડનો આઈપીઓ શુક્રવાર, 05 જૂન, 2026ના રોજ ખુલશે

GenXAI એનાલિટિક્સ લિમિટેડ એક ટેકનોલોજી આધારિત એન્ટરપ્રાઇઝ પર્ફોર્મન્સ અને એનાલિટિક્સ સોલ્યુશન્સ પ્રોવાઇડર છે, તેણે શુક્રવાર, 05 જૂન, 2026ના રોજ તેની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ ખોલવાની દરખાસ્ત કરી છે, જેનો હેતુ રૂા.54.66 કરોડ (અપર પ્રાઇઝ બેન્ડ પર) એકત્ર કરવાનો છે, જેમાં શેર એનએસઇ પ્લેટફોર્મ પર લિસ્ટેડ થશે.
આ ઇશ્યુની સાઇઝ પ્રત્યેક રૂા.10ના અંકિત મૂલ્ય પર પ્રતિ શેર રૂા.110 – રૂા.116ના પ્રાઈઝ બેન્ડ સાથે 47,28,000 ઇક્વિટી શેરની છે.
ઇક્વિટી શેરની ફાળવણી
ક્વાલિફાઇડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર – 21,54,000 ઇક્વિટી શેરથી વધુ નહીં
નોન-ઈન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ – 6,46,200 ઇક્વિટી શરેથી ઓછા નહીં
ઈન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સ – 15,07,800 ઇક્વિટી શેરથી ઓછા નહીં
માર્કેટ મેકર – 2,40,000 ઇક્વિટી શેરનો ઈશ્યુ
એમ્પલોટી રિઝર્વેશન – 1,80,000 ઇક્વિટી શેરનો ઈશ્યુ
આ આઈપીઓમાંથી મળેલી ચોખ્ખી રકમનો ઉપયોગ નવી પ્રોડક્ટના ડેવલપમેન્ટ, ઉધારની ચુકવણી, કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટેના મૂડી ખર્ચ માટે કરવામાં આવશે. એન્કર બિડિંગ ગુરૂવાર, 04 જૂન, 2026ના રોજ છે. આ ઈશ્યુ શુક્રવાર, 05 જૂન, 2026ના રોજ ખુલશે અને મંગળવાર, 09 જૂન, 2026ના રોજ બંધ થશે.