Ai+ સ્માર્ટફોન(Ai+ Smartphone) દ્વારા આજે નોવા 2 નિયો 5G (Nova 2 Neo 5G) અને નોવા 2 પ્રો 5G (Nova 2 Pro 5G) લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જે તેના નોવા સિરીઝ પોર્ટફોલિયોનો વિસ્તાર કરે છે અને ભારતીય ગ્રાહકો માટે ભરોસાપાત્ર, સુલભ અને પરફોર્મન્સ-આધારિત સ્માર્ટફોન અનુભવો પ્રદાન કરવાની તેમની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.
ડિઝાઇન, વિશ્વસનીયતા અને પારદર્શિતાની સમાન ફિલોસોફી ધરાવતા પરંતુ વિવિધ વપરાશકર્તાઓની જરૂરિયાતો માટે ડિઝાઇન કરાયેલા, નોવા 2 નિયો 5ૠ અને નોવા 2 પ્રો 5ૠ એ નોવા અનુભવને પ્રથમ વખત સ્માર્ટફોન ખરીદનારા અને વેલ્યુ-કોન્શિયસ (બજેટલક્ષી) ગ્રાહકોથી લઈને ક્ધટેન્ટ ક્રિએટર્સ, પ્રોફેશનલ્સ અને પરફોર્મન્સ-આધારિત અપગ્રેડ કરનારાઓ સુધીના વ્યાપક પ્રેક્ષકો સુધી પહોંચાડે છે.
પરંપરાગત સ્માર્ટફોન લોન્ચિંગથી અલગ હટીને, અશ+ સ્માર્ટફોન્સે ગેજેટ ગુરુ રાજીવ મખનીની સાથે કોમેડિયન સમય રૈના દ્વારા હોસ્ટ કરાયેલા મનોરંજન-આધારિત લોન્ચ ફોર્મેટ “ઇન્ડિયાઝ ગોટ નોવા” દ્વારા આ ડિવાઇસ પરથી પડદો હટાવ્યો હતો. આ લોન્ચિંગમાં ઉપકરણોને વધુ અધિકૃત અને ગ્રાહક-કેન્દ્રીત રીતે પ્રદર્શિત કરવા માટે ઓડિયન્સ ઇન્ટરેક્શન (પ્રેક્ષકો સાથે સંવાદ), પ્રોડક્ટ ડેમોન્સ્ટ્રેશન, લાઇવ ડિબેટ્સ અને રિયલ-વર્લ્ડ ચેલેન્જીસ (વાસ્તવિક પડકારો) ને જોડવામાં આવ્યા હતા.