Jai Hind

હવે ગાંધીનગર-રાજકોટની એસી વોલ્વો અમદાવાદમાં નહી પ્રવેશે

એસ.જી. હાઈવે પરથી સીધી ગાંધીનગર જશે

ગાંધીનગર-રાજકોટ એસ.ટી. વોલ્વો બસ હવે અમદાવાદ શહેરમાં પ્રવેશવાને બદલે એસ.જી. હાઇવેથી સીધી પસાર થશે. આ નિર્ણયથી મુસાફરોનો 1 કલાક બચશે અને ભાડામાં 62 રૂૂપિયાનો સીધો ફાયદો થશે. અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા વાહનોના ભારણ અને પીક-અવર્સમાં સર્જાતા કલાકના ટ્રાફિક જામને નાથવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એક્શન મોડમાં આવ્યું છે. નિગમ દ્વારા લેવાયેલા એક મહત્વપૂર્ણ નિર્ણય હેઠળ, ગાંધીનગરથી સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ વચ્ચે દોડતી હાઇસ્પ ીડ એસી વોલ્વો બસોના રૂૂટમાં મોટો વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થા હેઠળ હવે આ વૈભવી બસો અમદાવાદ શહેરની મધ્યમાં આવેલા ગીતામંદિર કે નહેરુનગર જેવા ગીચ વિસ્તારોમાં જશે નહીં. અગાઉ, ગાંધીનગરથી ઉપડતી રાજકોટ વોલ્વો બસ કૃષ્ણનગર, ગીતામંદિર બસ પોર્ટ અને ત્યાંથી નહેરુનગર થઈને એસ.જી. હાઇવે તરફ આગળ વધતી હતી. આ આખા રૂૂટ દરમિયાન અમદાવાદ શહેરના ભયાનક ટ્રાફિક, સિગ્નલો અને ફ્લાયઓવરના બાંધકામોના કારણે બસને અમદાવાદ ક્રોસ કરવામાં જ સરેરાશ 1 થી 1.5 કલાક જેટલો સમય બગડતો હતો. આ સમસ્યાના લાઈવ સોલ્યુશન માટે ૠજછઝઈ એ નક્કી કર્યું છે કે રાજકોટ જતી બસ હવે એસ.જી. હાઇવે આઉટર રોડ પકડીને સીધી જ સરખેજ હાઇવે તરફ નીકળી જશે, જેથી અમદાવાદ સિટીનો આખો રૂૂટ બાયપાસ થઈ જશે. આ નવો રૂૂટ અમલી બનતા જ ગાંધીનગરથી રાજકોટ અને રાજકોટથી ગાંધીનગરની સીધી મુસાફરી કરતા નોકરીયાતો, પ્રવાસીઓ અને વેપારીઓનો 1 કલાકનો સમય બચી જશે. એટલું જ નહીં, સિટીની અંદર ન ફરવાના કારણે બસના કુલ કિલોમીટરમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. આ અંતર ઘટવાના કારણે ૠજછઝઈ એ ટિકિટ ભાડામાં સીધા 62 રૂૂપિયાનો ઘટાડો મંજૂર કર્યો છે. જોકે, અમદાવાદ શહેરની અંદરથી બેસતા મુસાફરોએ હવે ઇસ્કોન, પકવાન કે એસ.જી. હાઇવેના નિયત પોઇન્ટ પરથી જ આ બસ પકડવી પડશે. એસ.ટી. નિગમના આ નિર્ણયને લાંબી મુસાફરીકર નારા પ્રવાસીઓએ લાઈવ આવકાર્યો છે.