Jai Hind

રાજકોટના લોઠડામાં સિમેન્ટની રેકડી લઈ જતાં શ્રમિકને મિલર ટ્રકે કચડી નાખ્યો

મોરબીમાં શ્રમિક યુવાન રસોઈ બનાવતી વખતે અકસ્માતે દાઝી ગયો

શહેરની ભાગોળે આવેલા લોઠડા ગામે યુવાન સિમેન્ટ રેકડી લઇને જઇ રહ્યો હતો. ત્યારે મિલર ટ્રકના ચાલકે યુવકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનુ મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શાપરવે રાવળમાં રહેતો મુકેશ ઇશનભાઇ અજનાર નામનો 31 વર્ષનો યુવાન લોઠડા ગામે કામ કરતો હતો. તે દરમિયાન સિમેન્ટની રેકડી લઇ જઇ રહ્યો હતો. ત્યારે ધસી આવેલા મિલર ટ્રકે મુકેશ અજનારને ઠોકરે ચડાવ્યો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયા તેનુ મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન મુળ મધ્યપ્રદેશનો વતની અને ચાર ભાઇ એક બહેનમાં વચેટ હતો. મૃતક યુવકને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. આ ઉપરાંત બીજા બનાવમાં મોરબીમાં રહેતો રોબીન કુમાર શાહમસિંહ જાટ નામનો 18 વર્ષનો યુવાન રસોઇ બનાવતો હતો. ત્યારે અકસ્માતે ગેસ લીકેજ થતા આગ લાગી હતી. જેમાં યુવક દાઝી જતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત બંન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.