કુવાડવા રોડ પરથી 432 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
રાજકોટ શહેરમાં ગેરકાયદેસર પ્રોહિબિશનની પ્રવૃત્તિઓનો સદંતર સફાયો કરવા માટે પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓના પગલે પી.સી.બી.ના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.આર. ગોંડલીયાના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ ભક્તિનગર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલા ઉદ્યોગનગર સ્થિત લાલજી અઈઙક ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ગોડાઉનમાં કોસ્મેટિક્સના નામે આવેલા પાર્સલોની તપાસ કરતા તેમાંથી ગુપ્ત રીતે છુપાવવામાં આવેલ રૂ. 1,33,296 ની કિંમતની વિદેશી દારૂની 574 બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ અને કોસ્મેટિક્સની બોગસ બિલ્ટી કબજે કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે અગાઉ ઇંગ્લીશ દારૂના અસંખ્ય ગુનાઓમાં ઝડપાઈ ચૂકેલા રાજકોટ શહેરના લિસ્ટેડ પ્રોહિબિશન બુટલેગર યાકુબ મુસાભાઈ મોટાણી (હાલ રહે. દમણ) દ્વારા આ સમગ્ર રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું. બુટલેગર યાકુબ મોટાણીએ પોલીસ અને ટ્રાન્સપોર્ટ એજન્સીને ગેરમાર્ગે દોરવા માટે કોસ્મેટિક આઈટમ્સની બનાવટી અને બોગસ બિલ્ટી તૈયાર કરી હતી. આ બોગસ બિલ્ટીના આધારે સેલવાસ ખાતેથી ટ્રાન્સપોર્ટ મારફતે પાર્સલમાં દારૂનો જથ્થો રાજકોટ મોકલવામાં આવ્યો હતો. પોલીસે દમણ સ્થિત મુખ્ય સૂત્રધાર યાકુબ મોટાણી તેમજ રાજકોટ ખાતે આ દારૂનો જથ્થો સ્વીકારનાર સ્થાનિક શખ્સ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા દરોડામાં પીસીબીની ટીમે બાતમીના આધારે
રાજકોટના કુવાડવા રોડ પર આવેલ સાત હનુમાન મંદિરની પાછળ, ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપના સામેના ભાગે રોડ ઉપરથી અકરમ હનીફભાઇ ઘાડા (ઉંમર વર્ષ 33, રહે. લક્ષ્મીનગર શેરી નં.2, મસ્જીદની બાજુમાં, નાના મવા મેઇન રોડ, રાજકોટ)ને રૂ.75,504 ની કિંમતની 432 બોટલો સાથે ઝડપી લોધો હતો.