Jai Hind

માધવપુર અને ફટાણા ગામે પત્તા ટીંચતી મહિલા સહિત નવ શખ્સો ઝડપાયા

પોરબંદર જિલ્લામાં શ્રાવણ બાદ ભાદરવામાં પણ જુગારીયાઓની મોજ યથાવત !
19 હજાર 400ની રોકડ અને ગંજીપત્તાના 104 પાના પોલીસે કર્યા કબ્જે: મધ્યરાત્રિના અઢી વાગ્યે અને સમી સાંજે ચાલતો હતો જૂગાર

શ્રાવણ મહિનો પૂર્ણ થઇ ગયા બાદ પણ પોરબંદર જિલ્લામાં જુગારીયાઓની મોજ યથાવત હોય તેમ અનેક જુગારીઓ બાજી ખેલી રહ્યા છે ત્યારે માધવપુર અને ફટાણા ગામે પત્તા ટીંચતી મહિલા સહિત નવ શખ્શો ઝડપાયા છે જેમની પાસેથી 19 હજાર 400ની રોકડ અને ગંજીપત્તાના 104 પાના પોલીસે કબ્જે કર્યા છે.
માધવપુરમાં દરોડો
માધવપુરમાં સાગર શાળા બાજુના રસ્તે સાંજે પોણા પાંચ વાગ્યે કેટલાક જુગારીયાઓ પત્તા ટીંચતા હતા ત્યારે પોલીસે દરોડો પાડીને મહિલા સહિત ચાર જુગારીઓને પકડી પાડયા હતા. ભાવના વેજા માવદીયા, હરસુખ લાખા ઢાકેચા, માલદે દેવા માવદીયા અને જગદીશ બચુ કાથડની અટકાયત કરીને પોલીસે 11,300ની રોકડ કબ્જે કરી હતી.
ફટાણા ગામે દરોડો
ફટાણા ગામે રાત્રે અઢી વાગ્યે હાઇસ્કૂલની પાછળ સાર્વજનિક જગ્યાની બાજુમાં રોડ ઉપર લાઇટના અજવાળે જુગાર રમી રહેલ ફટાણાના જેઠા કરશન બથવાર, વેજા ગીગા કડછા, વીરમ અરજન બથવાર, સામત સોમા બથવાર અને મુરુ લાખા મકવાણાને રૂા. 8100ની રોકડ અને ગંજીપત્તાના બાવન પાના સાથે પકડી લીધા હતા.