કોટક સિક્યોરિટીઝ લિમિટેડે આજે જાહેરાત કરી હતી કે તેણે ગ્રાહકો સમક્ષની પોતાની ઓળખનું ‘કોટક નિયો’ તરીકે રિબ્રાન્ડિંગ કર્યું છે, જે એકીકૃત અને ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ રોકાણનું સમગ્ર માળખું તૈયાર કરશે. કોટક નિયો એ નાણાંકીય બજારો સાથે ગ્રાહકોના જોડાણમાં આવેલા મૂળભૂત બદલાવને દર્શાવે છે. આજે ગ્રાહકો વધુ વિકલ્પો, સરળ અને સાહજિક ડિજિટલ અનુભવ તેમજ નિષ્ણાંતોની સલાહ એક જ સ્થળે મેળવવા માગે છે.
આ પરિવર્તન કોટક સિક્યોરિટીઝના અનેક વર્ષોથી ચાલી રહેલા પરિવર્તનનો એક ભાગ છે. આ દરમિયાન કંપનીએ નવી ટેક્નોલોજી, પ્રોડક્ટ ઇનોવેશન અને ગ્રાહક અનુભવમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે, જેથી ભારતના રોકાણકારો અને ટ્રેડર્સની બદલાતી જરૂરિયાતોને પૂરી કરી શકાય. આ પગલાં સાથે કંપનીનો સમગ્ર બિઝનેસ એક જ ગ્રાહક-કેન્દ્રિત ઓળખ હેઠળ આવશે, જેમાં ડિજિટલ ક્ષમતાઓને સંશોધન ક્ષેત્રની નિપુણતા અને સંબંધ આધારિત સેવાઓ સાથે જોડવામાં આવશે.
લોન્ચ અંગે કોટક નિયોના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રીપાલ શાહે જણાવ્યું હતું કે, રોકાણકારોની જરૂરિયાતો સતત બદલાતી રહી છે. આજે તેઓ માત્ર શેર, મ્યુચ્યુઅલ ફંડ અથવા ડેરિવેટિવ્ઝ જેવી અલગ-અલગ પ્રોડક્ટ્સ પૂરતું સીમિત વિચારતા નથી. તેઓ સંપત્તિ કેવી રીતે ઊભી કરવી, પોતાના રોકાણના પોર્ટફોલિયોમાં વિવિધતા કેવી રીતે લાવવી અને અર્થતંત્રમાં ઉપલબ્ધ વિવિધ તકોમાં કેવી રીતે ભાગ લેવો તે અંગે સમગ્ર દ્રષ્ટિકોણથી વિચારે છે. પરંતુ આ તમામ જરૂરિયાતો પૂરી કરવા માટે ઘણી વખત અલગ-અલગ પ્લેટફોર્મ, સર્વિસ પ્રોવાઇડર્સ અને સલાહકારો સાથે વ્યવહાર કરવો પડે છે. કોટક નિયો દ્વારા અમારો હેતુ આ સમગ્ર રોકાણ યાત્રાના વધુ મોટા હિસ્સાને એક જ માળખા હેઠળ લાવવાનો છે.