ઇજિપ્તની વાયુસેના જવાબદૃાર
ઈજિપ્તની સેના કે વિદૃેશ મંત્રાલય દ્વારા આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી
ઉત્તર સુદૃાનમાં સોનાની ખાણો પર થયેલા ભીષણ હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ૭૨ શ્રમિકોના દૃર્દૃનાક મોત થયા છે. સ્થાનિક માનવાધિકાર સંગઠન ’ઇમરજન્સી લોયર્સ’ અનુસાર, આ હવાઈ હુમલામાં નાના પાયે સોનાનું ઉત્ખનન કરતા ગરીબ શ્રમિકો નિશાન બન્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં આ વિસ્તારમાં બનેલી આ બીજી મોટી ગોઝારી ઘટના છે.
માનવાધિકાર સંસ્થાએ આ હવાઈ હુમલા માટે ઈજિપ્તની વાયુસેનાને જવાબદૃાર ઠેરવી છે. સંસ્થાનું કહેવું છે કે સરહદૃ પારથી કરવામાં આવેલો આ પ્રકારનો હુમલો આંતરરાષ્ટ્રીય કાયદૃાઓનો સ્પષ્ટ અનાદૃર અને ઉલ્લંઘન છે. જોકે, ઈજિપ્તની સેના કે વિદૃેશ મંત્રાલય દ્વારા આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી. સોશિયલ મીડિયા પર સામે આવેલા ભયાનક દ્રશ્યોમાં ખાણના કાટમાળ વચ્ચે અનેક મૃતદૃેહો વિખરાયેલા જોવા મળ્યા હતા.